વલભીપુર પાસે થાંભલા સાથે કાર ભટકાતાં બેના મોત - Sandesh
NIFTY 10,154.20 -95.05  |  SENSEX 33,033.09 +-284.11  |  USD 64.8800 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • વલભીપુર પાસે થાંભલા સાથે કાર ભટકાતાં બેના મોત

વલભીપુર પાસે થાંભલા સાથે કાર ભટકાતાં બેના મોત

 | 2:03 am IST

વલભીપુર, તા.૭

વલભીપુર હાઈ વે પરના વીજથાંભલા સાથે મોટરકાર ભટકાતાં તેમાં બેઠેલાં બે યુવાનના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ અંગે વલભીપુર પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર વલભીપુર તાલુકાના કાનપર ગામે રહેતાં ગંભીરભાઈ દીપસંગભાઈ મોરી (ઉ.વ.૪ર)એ એવી જાણ વલભીપુર પોલીસમથકમાં કરી હતી કે, કાનપર ગામના પૃથ્વીભાઈ કરશનભાઈના લગ્ન હોવાથી પીપળી ગામના ર્કીિતસિંહ હિતેન્દ્રસિંહ ટાંક (ઉ.વ.ર૧) તથા હાલ સૂરત રહેતાં ભવાનસિંહ ભરતભાઈ મોરી (ઉ.વ.ર૧) આઈટેન મોટરકાર નં. જી.જે.૪ સીઆર. ૩૭૩પ માં બેસીને કાનપર ગામે લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. બાદમાં મોટરકાર મારફતે વલભીપુર તરફ આવતાં હતા, ત્યારે વલભીપુર હાઈ વે પરના મે.ચામુંડા ફર્નીચર મોલ સામે પહોંચતાં મોટરકારના સ્ટિયરીંગ પરનો ચાલક ર્કીિતસિંહએ કાબુ ગુમાવી દેતાં રોડ પરના જીઈબીના વીજથાંભલા સાથે ધડાકાભેર ભટકાતાં કારનો બુકડો બોલી ગયો હતો અને તેમાં બેઠેલાં ભવાનસિંહ મોરી તથા ર્કીિતસિંહ ટાંકને જીવલેણ ઈજા થતાં બન્નેના ઘટનાસ્થળે જ અરેરાટીભર્યા મોત નીપજ્યાં હતા. અકસ્માતની જાણ થતાં પીએસઆઈ ટી.એસ.રીઝવી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયા હતા અને પીએમ માટે બન્ને મૃતકની લાશને દવાખાને ખસેડી હતી. આ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે. અકસ્માતના પગલે કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓ સહિતના તુરંત બનાવના સ્થળે પહોંચી ગયા હતા.