NIFTY 9,865.95 -38.20  |  SENSEX 31,729.88 +-65.58  |  USD 64.1400 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • વલસાડમાં ઝુંપડા અને મકાનો તોડી નાંખવાની હિલચાલ વિરુદ્ધ રેલી

વલસાડમાં ઝુંપડા અને મકાનો તોડી નાંખવાની હિલચાલ વિરુદ્ધ રેલી

 | 4:30 am IST

કોઇને પણ વિશ્વાસમાં લીધા વગર પ્રમુખે ઠરાવ કરી દીધો હોવાનો આક્ષેપ

હજારોની જનમેદની રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચી કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ 

વલસાડ, તા.૨૦

વલસાડમાં સરકારી જમીન પર વર્ષોથી પાકા મકાન-ઝુંપડા બાંધી રહેતા હજારો પરિવારોને આવાસો બનાવી આપવા માટે હયાત મકાન-ઝુંપડાઓ તોડી નાંખવા અંગે ઠરાવ કરી સરકારમાં મોકલી અપાતા વિવાદ ઉઠયો છે. પાલિકા શાસકોની નીતીથી રોષે ભરાયેલા હજારો મકાન-ઝુંપડાવાસીઓએ પ્રચંડ રેલી કાઢીને કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતુ.

વલસાડ પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકીએ થોડા દિવસ પહેલા, શહેરના ધોબીતળાવ-શાપુરનગર સહિતના અન્ય વિસ્તારોમાં સરકારી જમીન પર આવેલા ઝુંપડા તોડી આ સ્થળોએ પ્રધાનમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત પાકા આવાસો બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય તથા કેન્દ્ર સરકારને મોકલી આપ્યો હોવાની એક અખબારી યાદી પ્રસિધ્ધ કરાવી હતી. પાલિકા પ્રમુખે એ વિસ્તારના કાઉન્સીલરો સહિત પાલિકાના તમામ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ આ કાર્યવાહી કરતા વિવાદ સર્જાયો છે.

પાલિકા પ્રમુખના આ નિર્ણયના વિરોધમાં, માજી પાલિકા પ્રમુખ રાજુભાઇ મરચાવાળા, માજી પાલિકા સભ્ય ઇમ્તીયાઝભાઇ કાઝી, પાલિકાના વોર્ડ નં.૧ના સભ્ય મીરાબેન રાજેશભાઇ પટેલ, વોર્ડ નં.૨ના સભ્ય ઊર્વશીબેન રાજેશભાઇ પટેલ તથા ધારાશાસ્ત્રી કેતનભાઇ શાહની આગેવાની હેઠળ આશરે ૩૦૦૦ જેટલા ઝુંપડાધારકોએ સોમવારે વિશાળ રેલી કાઢી હતી. ધોબીતળાવથી શરૂ થયેલી રેલી, નાનાતાઇવાડ, આઝાદ ચોક, સ્ટેડીયમ રોડ, કલ્યાણ બાગ સર્કલ, ડી.એસ.પી. સર્કલ થઇ જિલ્લા કલેકટરાલય ખાતે પહોંચી હતી.

રેલી દરમ્યાન ઝુંપડાધારકોએ પાલિકા પ્રમુખની નીતિરીતિ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતાં. જે બાદ કલેકટરને આવેદનપત્ર અપાયું હતુ. આવેદનપત્રમાં જણાવ્યાનુસાર, પાલિકાના શાસકોના નિર્ણયના પગલે શહેરના તમામ ઝંુપડાવાસીઓ ભયભીત બન્યા છે અને  પાલિકા પ્રમુખે કરેલા ઠરાવને વખોડી કાઢી, આ ઠરાવની સામે સુધારા દરખાસ્ત મુકી, સરકારી જમીનો પર મકાનો બનાવી વસવાટ કરતા તમામ કબ્જેદારોને તેમના કબજા હેઠળની જમીનો વેચાણથી આપવાનો ઠરાવ કરવા માંગણી કરાઇ છે.