વલસાડમાં રાયોટિંગના ગુનામાં આરોપીના જામીન ફગાવાયા - Sandesh
  • Home
  • Newspaper
  • વલસાડમાં રાયોટિંગના ગુનામાં આરોપીના જામીન ફગાવાયા

વલસાડમાં રાયોટિંગના ગુનામાં આરોપીના જામીન ફગાવાયા

 | 3:30 am IST

ા વલસાડ ા

વલસાડમાં વર્ષ ૨૦૧૩માં રાયોટિંગના ગુનામાં કોર્ટમાં પડેલી મુદતમાં હાજર થયેલો આરોપી વર્ષ ૨૦૧૭માં સિટી પોલીસ મથકમાં રાયોટીંગના અન્ય ગુનામાં વોન્ટેડ હોવાની જાણ થતાં જ પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીએ એડહોક એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં રજુ કરેલી અરજી નામંજૂર કરી દેવાઇ હતી.

વલસાડ સિટી પોલીસ મથકમાં વર્ષ-૨૦૧૩માં રાયોટીંગના ગુનામાં સંડોવાયેલો આરોપી ધર્મેશ ઉર્ફે બોબી ઉર્ફે પિન્ટુ ચંદ્રકાંત પટેલ, સીટી પોલીસમાં જ વર્ષ-૨૦૧૭માં નોંધાયેલા ગુનામાં પણ સંડોવાયો હતો. આ ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતો-ભાગતો હતો. દરમિયાન, આરોપી ચંદ્રકાન્ત, વર્ષ-૨૦૧૩ના નોંધાયેલા ગુનામાં ગત તા.૨૯-૮-૧૮ના રોજ કોર્ટમાં પડેલી મુદતમાં આવ્યો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે આરોપીને કોર્ટ પરિસર પાસેથી ઝડપી પાડીને જેલભેગો કરી દીધો હતો. ધર્મેશ પટેલે જામીનમુક્ત થવા અત્રેની એડહોક એડિશનલ ડિસ્ટ્રિકટ અને સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી જામીનઅરજી બાબતે હાથ ધરાયેલી સુનાવણીમાં, એજીપી ભરતભાઈ પ્રજાપતિની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટના વિદ્વાન જજ બી.એલ. ચોઇથાણીએ જામીનઅરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો છે.

;