વળગાડ કાઢવાના નામે સાંકળથી માર મારી ડામ દઈ મહિલાનો જીવ લીધો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • વળગાડ કાઢવાના નામે સાંકળથી માર મારી ડામ દઈ મહિલાનો જીવ લીધો

વળગાડ કાઢવાના નામે સાંકળથી માર મારી ડામ દઈ મહિલાનો જીવ લીધો

 | 5:10 am IST
  • Share

  • દ્વારકાના ઓખા મઢી ગામે અંધશ્રાદ્ધામા પરિવારે ભોગ લીધો
  • પાંચ શખસો સામે ગુનો દાખલ, DYSP દ્વારા તપાસ

। ખંભાળિયા-દ્વારકા । દ્વારકા-જામનગર હાઈવે પર આવેલ ઓખા મઢી ગામની સીમમાં એક પરિવારની મહિલાને ભુવાઓ દ્વારા મેલુ કાઢવાની અંધશ્રાધ્ધામાં સાકળનો માર મારી અને શરીરે ડામ દેતા મહિલા મોત થયુ છે. પોલીસે પાંચ શખસો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દ્વારકાના ઓખા મઢી ગામે એક્ પરિવારના કુટુંબીજનો દ્વારા પરિવારની રમીલાબેન સોલંકી નામની ૨૫ વર્ષીય પરિણીત મહિલાને મેલું કાઢવા પરિવારના જ ભૂવાઓ દ્વારા સાકળનો માર અને શરીરે ડામ દઇ અંધશ્રાદ્ધાના ચક્કરમા વહેલી સવારે વિદ્યા કરતા હતા ત્યારે મહિલાનું મોત નીપજયુ હતું. જેથી આ બનાવ હત્યામા પલટાયો હતો. આ ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોચી મહિલાના મૃતદેહનો કબ્જો લઈ પી.એમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક મહિલાની હત્યામા પાંચ શખસો સામે ગુનો દાખલ કરી ડીવાયએસપી ચૌધરીના માર્ગદર્શનમાં તપાસ હાથ ધરી છે. મેલી વિદ્યાના બહાના હેઠળ એક પરણિત મહિલાએ જીવ ગુમાવતા ઓખા મઢી જેવા નાના એવા ગામમાં ભારે સનસનાટી મચી ગઇ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો