વસ્ત્રાપુરના એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડઝની ફીમાં વધારો ઝીંકાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • વસ્ત્રાપુરના એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડઝની ફીમાં વધારો ઝીંકાયો

વસ્ત્રાપુરના એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડઝની ફીમાં વધારો ઝીંકાયો

 | 8:29 am IST
  • Share

AMC દ્વારા વસ્ત્રાપુર એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડ્ઝમાં બેસવા માટેના ભાવમાં વધારો કરવાને પગલે હવે રાઈડ્ઝમાં બેસવાનું મોંઘુ બનશે. નાની રાઈડ્ઝમાં બેસવા માટે હવે રૃ. ૨૬ અને મોટી રાઈડ્ઝમાં બેસવા માટે રૃ. ૪૦ ચૂકવવા પડશે. જ્યારે અધિકારીઓ અને મળતિયા કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બારોબાર કામ આપવા માટેની દરખાસ્ત પર ‘બ્રેક’ લગાવીને રીટેન્ડર કરવા માટે નેક્સ્ટ કરાતાં અધિકારીઓમાં નારાજગી ફેલાઈ હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

કોન્ટ્રાક્ટર એમ. આર. એસોસીટ્સના આ કામની મુદત તા. ૧૪ જૂન, ૨૦૨૧ના રોજ પૂરી થઈ ગઈ હતી અને તેને રૃ. ૬૦,૪૮,૭૧૯ના રેટ સાથે તેને વધુ  એક વર્ષ માટે કામ ફાળવવા માટે મ્યુનિ. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સાંઠ ગાંઠથી મળતિયા કોન્ટ્રાક્ટરોને બારોબાર કામ આપવાના આશયથી કમિટીમાં રજૂ થયેલી દરખાસ્ત બાકી રખાઈ હોવાને પગલે અધિકારીઓનો મોં પડી ગયા હતા અને અધિકારીઓમાં નારાજગી ફેલાઈ હોવાનું જાણવા મળે છે.

રીક્રીએશનલ, કલ્ચરલ અને હેરિટેજ કમિટીની બેઠકમાં વસ્ત્રાપુર એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલ રાઈડ્ઝના ભાવમાં વધારો કરાયો છે. નાની રાઈડ્ઝના રેટ હાલ રૃ. ૧૩ હતા તે વધારીને રૃ. ૨૦ કરાયા છે અને મોટી રાઈડ્ઝના ભાવ રૃ.૨૬ હતા તે વધારીને રૃ. ૪૦ કરાયા છે. આગામી મહિનાથી ભાવવધારો અમલી બનશે.

વસ્ત્રાપુર એમ્યુઝમેન્ટ પાર્કમાં ૧૫ નાની અને ૧૭ મોટી રાઈડ્ઝ આવેલી છે. કોન્ટ્રાક્ટરે નાની રાઈડ્ઝ માટે રેટ વધારીને રૃ. ૨૫ અને મોટી રાઈડ્ઝ માટે રૃ. ૫૦ કરવાની માંગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન