વસ્ત્રાપુર તોડકાંડઃઆરોપીના જામીનનો ચુકાદો અનામત - Sandesh
  • Home
  • Ahmedabad
  • વસ્ત્રાપુર તોડકાંડઃઆરોપીના જામીનનો ચુકાદો અનામત

વસ્ત્રાપુર તોડકાંડઃઆરોપીના જામીનનો ચુકાદો અનામત

 | 3:41 am IST

અમદાવાદ :

વસ્ત્રાપુર ખાતે કોમ્પ્યુટરમાં ખોટા ફોન્ટનો ઉપયોગ કરો છો કહીને ફરિયાદ દાખલ નહિ કરાવવા માટે ૨.૨૫ લાખ પડાવવામાં આવ્યા હતા. આ કેસમાં મુખ્ય સૂત્રધાર પીનાકિન પ્રવીણ પટેલ અને વિનોદ લવજી ચૌહાણે આગોતરા જામીન પર છૂટવા ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. કેસમાં પીએસઆઈ કે.જે. ચાવડાને  આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. અરજી પરનો ચુકાદો અનામત રખાયો છે. તોડકાંડ પ્રકરણને લઈ ઈશાની શાહે ફરિયાદ કરી હતી. પોલીસે રજૂ કરેલા સોગંદનામામાં બહાર આવ્યું છે કે, મુખ્ય આરોપી પિનાકિને રૂદ્ર કોપીરાઈટ પ્રોટેકટર ર્સિવસીસમાંથી રેડ કરવાની ઓથોરિટી મેળવી હતી. જોકે ઓથોરિટી મેળવતી વખતે તેણે ખોટું સરનામું દર્શાવ્યું હતું. એટલું જ નહિ પરંતુ આ નોંધણી વર્ષ ૨૦૦૬માં કરાવી હતી એ પછી ૨૦૦૭માં ઓથોરિટી રિન્યૂ થઈ જ નથી.