વાંકાનેર ૧પ વર્ષની સેલ્સગર્લને કેફી પીણુ પાઈ દૂકાનદાર દ્વારા દૂષ્કર્મ - Sandesh
  • Home
  • Jamnagar
  • વાંકાનેર ૧પ વર્ષની સેલ્સગર્લને કેફી પીણુ પાઈ દૂકાનદાર દ્વારા દૂષ્કર્મ

વાંકાનેર ૧પ વર્ષની સેલ્સગર્લને કેફી પીણુ પાઈ દૂકાનદાર દ્વારા દૂષ્કર્મ

 | 6:50 am IST

  • તરૂણીને બેહોશ અવસ્થામાં વિકૃતિનો શિકાર બનાવી
  • વાંકાનેરઃ વાંકાનેરની ભરજારમાં આવેલ ડ્રેસીસની દૂકાનમાં પંદર વર્ષીય સગીરા ઉપર દૂષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર જાગી છે. વાલીની ફરિયાદના આધારે આરોપી વિરૂધ્ધ પોસ્કો કલમ હેઠળ ગુનો પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપી દૂકાનદાર ફરાર થઈ ગયો છે.
    વાંકાનેરની મુખ્ય બજારમાં આવેલ દૂકાનમાં નોકરી નોકરી કરતી પંદર વર્ષીય સગીરાને બપોરના અરસામાં દૂકાન માલિક આરોપી વસીમ કાઝીએ ઠંડા પીણામાં કોઈ કેફી પીણુ પીવડાવી બેહોશ જેવી હાલતમાં કરી દઈ દૂષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી હતી.
  • તદઉપરાંત આરોપીની પત્ની મેહરીન વસીમ કાઝીને આ બાબતની જાણ થતા ભોગ બનનાર સગીરા ભાનમાં આવતા સગીરાને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે મુજબની સગીરાના વાલી દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા દુષ્કર્મ ગુજારનાર આરોપી વિરૂધ્ધ પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી ફરાર થઈ ગયો છે.
  • આરોપી નાસી છૂટતા ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા હોવાનું તપાસીનશ પીઆઈ એચ.એન. રાઠોડે જણાવ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન