વાંઢ ગામે ગણેશ વિસર્જનમાં ગયેલ કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • વાંઢ ગામે ગણેશ વિસર્જનમાં ગયેલ કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત

વાંઢ ગામે ગણેશ વિસર્જનમાં ગયેલ કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત

 | 2:00 am IST
  • Share

માંડવી તાલુકાના વાંઢ ગામે રહેતો ૧૬ વર્ષીય કિશોર ગ્રામજનો સાથે વાજતે ગાજતે નાની સિંચાઈ યોજનાના ડેમમાં ગણેશજીની મૂર્તિ પધરાવવા ગયો હતો. દરમિયાન પાણીમાં પડેલો કિશોર ડૂબી ગયો હતો. જેથી કલાકોની શોધખોળ બાદ કિશોરનો મૃતદેહ મળી આવતાં હર્ષોલ્લાસ વચ્ચે માતમ છવાઈ ગયો હતો.
ગઢશીશા પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત મંગળવારના સાંજના પઃ૩૦ વાગ્યાના અરસામાં આ કરુણાંતિકા સર્જાઈ હતી. માંડવી તાલુકાના વાંઢ ગામે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં ગત મંગળવારના સાંજના અરસામાં વાજતે ગાજતે ગણેશજીને વિદાય આપવામાં આવી રહી હતી, જેથી ગ્રામજનો વાંઢ ગામે આવેલ નાની સિંચાઈ યોજનાના ડેમમાં ગણેશજીની મૂર્તિ પધરાવવા ગયા હતા. જેમાં ગામમાં રહેતો જગદિશ દિનેશ ઉર્ફે કાનજી સંઘાર (ઉ.વ.૧૬) પણ ગ્રામજનો સાથે મૂર્તિ પધરાવવા ગયો હતો.
ગણેશજીની મૂર્તિ પધરાવતી વેળાએ કિશોર પાણીમાં ગયો હતો. તેવામાં ડેમના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી લોકોએ કિશોરની શોધખોળ કરી હતી, પરંતુ કિશોર મળી આવ્યો ન હતો. જેથી તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. તરવૈયાઓને કલાકોની જહેમત બાદ કિશોરને બહાર કાઢવામાં સફળતા સાંપડી હતી, પરંતુ તે પહેલા કિશોરનો જીવનદીપ બૂઝાઈ જતાં હર્ષોલ્લાસ માતમમાં ફેરવાઈ ગયો હતો. ચર્ચાસ્પદ બનાવને પગલે પોલીસે નોંધ દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન