વાઇબ્રન્ટ ગુજરાત પહેલા મુખ્યમંત્રીનો દિલ્હીમાં રોડ શો, વડાપ્રધાનને મળ્યા - Sandesh
  • Home
  • Ahmedabad
  • વાઇબ્રન્ટ ગુજરાત પહેલા મુખ્યમંત્રીનો દિલ્હીમાં રોડ શો, વડાપ્રધાનને મળ્યા

વાઇબ્રન્ટ ગુજરાત પહેલા મુખ્યમંત્રીનો દિલ્હીમાં રોડ શો, વડાપ્રધાનને મળ્યા

 | 4:18 am IST
  • Share

  • સમિટની તૈયારી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંતોષ વ્યકત કર્યો

  • પ્રથમ રોડ શોના પ્રારંભે ઝ્રસ્એ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી

    

આગામી 10થી12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પ્રારંભ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નવી દિલ્હીમાં રોડ શો યોજાયો હતો. ઉપરાતં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વાઇબ્રન્ટ સમિટના પ્રથમ રોડ શોના પ્રારંભે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે મુખ્યમંત્રીઓ વન ટુ વન બેઠક કરી દિવસની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના એમડી અને સીઈઓ  કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી. ગાંધીનગરમાં સેન્ટર ઓફ્ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારૂતિ દ્વારા 16 હજાર કરોડના રોકાણની પણ વિગતો તેમણે મુખ્યમંત્રીને આપી હતી.  મુખ્યમંત્રીએ તેમને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી અને ખાસ કરીને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને તેવો અનુરોધ કર્યો હતો. 

મુખ્યમંત્રીએ આ સમિટની તૈયારીઓ અંગે વડાપ્રધાનને રૂબરૂ મળીને તમામ વિગતો આપી હતી. વડાપ્રધાને પણ તૈયારીઓના સંદર્ભમાં  સંતોષ વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો