વાઘોડિયા તાલુકામાં વાવાઝોડાના  નુકસાનનો સર્વે કરાવવા આવેદન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • વાઘોડિયા તાલુકામાં વાવાઝોડાના  નુકસાનનો સર્વે કરાવવા આવેદન

વાઘોડિયા તાલુકામાં વાવાઝોડાના  નુકસાનનો સર્વે કરાવવા આવેદન

 | 2:31 am IST

૫૦ ખેડૂતોએ  વાઘોડિયા મામલતદારને રજૂઆત કરી

। વાઘોડિયા ।

વાઘોડિયા તાલુકામાં એક સપ્તાહ પહેલા આવેલા વાવાઝોડાના નુકસાનનો સર્વે કરાવવા ખેડૂતોનું તાલુકા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું

વાઘોડિયા તાલુકામાં એક સપ્તાહ પહેલાં આવેલ વાવાઝોડાના કારણે વાઘોડિયા નગર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી પાકોને નુકસાન પહોંચતા જ ખેડૂતોએ ભેગા મળી વાઘોડિયા તાલુકા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આમ વાઘોડિયા તાલુકાના મઢેલી, ખંધા, ફલોડ, લીમડા અને વ્યારા સહિતના ગામોમાં એક સપ્તાહ પહેલા આવેલ પાછોતરા વરસાદ સાથેના વાવાઝોડાએ ખેતી પાકને નુકસાન પહોંચાડતા ખેડૂતોની સ્થિતી કફોડી બની છે. આશરે ૫૦ ઉપરાંત ખેડૂતોએ આજરોજ મંગળવારે બપોરના વાઘોડિયા સેવા સદન ખાતે તાલુકા મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાની અંગે દિન સાતમાં સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે વાવાઝોડાના કારણે ડાંગરનો પાક ખેતરમાં પથરાઇ ગયો છે અને ખેડૂતોનો પાક પડી જતા ખેડૂતોના મોઢે આવેલ કોળીયો છીનવાઇ ગયો છે. જેથી તુવેર, કપાસ, રીંગણા, મરચાં, સોયાબીન જેવી ખેત પેદાશોને ભારે નુકસાન પહોંચાડતા ખેડૂતો વળતરની માગ કરી રહ્યા છે. અને સરકાર સર્વે કરાવે અને ખેડૂતોને નુકસાની પેટે વળતર અપાય તો ખેડૂતોને આર્થિક માટે ઓછો સહન કરવો પડે તેમ છે. જેથી આવેદનપત્ર આપવા માટે જગદીશભાઇ પટેલ, તરૂણભાઇ પટેલ, જયેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો આવેદનપત્ર આપવા આવ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;