વાઘોડિયા નગરમાં જોવા મળતો ગણેશ મહોત્સવનો થનગનાટ - Sandesh
  • Home
  • Baroda
  • વાઘોડિયા નગરમાં જોવા મળતો ગણેશ મહોત્સવનો થનગનાટ

વાઘોડિયા નગરમાં જોવા મળતો ગણેશ મહોત્સવનો થનગનાટ

 | 2:46 am IST

આવતીકાલથી ગણેશ મહોત્સવનો પ્રારંભ

। વાઘોડિયા ।

વાઘોડિયા નગરમાં ગણેશ મહોત્સવની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર શ્રીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવા માટે મંડળો આયોજન કરી રહ્યા છે. ગણેશોત્સવને આડે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે મહોત્સવની ઉજવણી માટે સ્થાનિક યુવક મંડળો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

આયોજકો દ્વારા વડોદરા જઇ ર્મૂિતકારોએ બનાવેલી આકર્ષક રંગ બે રંગી ર્મૂિતઓ આગલે દિવસે ટેમ્પામાં રંગે ચંગે લઇ વાજતે ગાજતે વાઘોડિયા લઇ જઇ દસ દિવસના આતિથ્ય દરમિયાન આન બાન શાનથી ગણેળ ઉત્સવ મનાવાશે.

આમ સમગ્ર વાઘોડિયા નગરના વિસ્તારોમાં મહોલ્લાઓમાં, સોસાયટીઓમાં પરા વિસ્તારમાં શ્રીજીની સ્થાપના માટે અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. ઉત્સવ દરમિયાન કીર્તન – ગરબા ર્ધાિમક કાર્યક્રમો જેવા અવનવા કાર્યક્રમો યોજવામાં આવે છે. વાઘોડિયા નગરના વિસ્તારોમાં આશરે ૩૦ થી ૩૫ ઉપરાંત શ્રીજીની સ્થાપના થનાર છે. ત્યારે આ દિવસ દરમિયાન વાઘોડિયા નગરના વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે વાઘોડિયા પોલીસ દ્વારા બંદોબસ્ત રખાશે. આમ બે દિવસ બાદ વાઘોડિયા નગર ગણપતિ બાપા મોરિયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠશે.

;