વાઘોડિયા રોડના વ્યાજખોરે ૪૩ હજાર સામે ઘર કબજે કર્યુ - Sandesh
  • Home
  • Baroda
  • વાઘોડિયા રોડના વ્યાજખોરે ૪૩ હજાર સામે ઘર કબજે કર્યુ

વાઘોડિયા રોડના વ્યાજખોરે ૪૩ હજાર સામે ઘર કબજે કર્યુ

 | 3:16 am IST

દપંતી મુંબઈ પુત્રની સારવાર માટે ગયું હતું

વ્યાજખોર નરેશે જાણ બહાર મકાન ભાડેથી આપી દીધું

ા વડોદરા ા

વાઘોડિયા રોડ પર રહેતાં એક યુવકે પુત્રની સારવાર કરાવવા માટે વ્યાજે લીધેલા રૃ. ૪૩ હજારની સામે વ્યાજખોરે આખા મકાન પર જ કબજો જમાવી દઈ બારોબાર ભાડે આપી દેતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વાઘોડિયા રોડ પર શ્યામલ ફ્લેટમાં રહેતાં સુશાંત પ્રભુદાસ મહેતા ઈમીટેશન જ્વેલરી બનાવાનું કામ કરે છે. વર્ષ ૨૦૦૮માં તેમના પુત્ર ઓમને અચાનક નાના મગજની તકલીફ થઈ હતી, તેની સારવાર કરાવવા રૃપિયાની જરૃર પડતાં નરેશ ઠાકોરભાઈ ઠક્કર (રહે, બાલાજી એપાર્ટમેન્ટ, પરિવાર ચાર રસ્તા પાસે) પાસેથી ટુકડે-ટુકડે રૃ. ૪૩ હજાર લીધા હતા. જોકે, ઓમની તબિયત સારી નહીં થતાં તેને મુંબઈ ખાતે લઈ જવાયો હતો. જ્યાં ત્રણ મહિના સુશાંત અને પત્ની રોકાયા હતા. ત્યારબાદ દંપતિએ અહીં આવી નરેશ ઠક્કર વિરુદ્વ પોલીસમાં અરજી આપી હતી. જેની જાણ થતાં આરોપીએ મારી વિરુદ્વ અરજી કેમ આપી? તેમ કહી ગાળા ભાંડી સુશાંતના પુત્રને ફેંકી દેવાનો પ્રયાસ કર્યાે હતો. જેથી દંપતિ રૃ. ૧ લાખનો ઘરનો સર – સામાન છોડી ફરી મુંબઈ રવાના થઈ ગયું હતું. જેનો લાભ લઈ નરેશે સુશાંતની બોગસ સહીઓ કરી મકાનનો પાવર બારોબાર અબ્બાસ નુરભાઈ કાગદી (રહે, દાંડિયાબજાર)ને આપી દીધો હતો. આ પાવર ઓફ એર્ટની સુશાંતે કોર્ટની મદદથી રદ કરાવી હતી. ગત તા. ૮મીએ સુશાંત મહેતા અહીં આવતાં તેમના ઘરમાંથી સર-સામાન ગાયબ હતો અને તેમાં ભેરૃસીંગ રાજપુરોહિત (મૂળ રહે, રાજસ્થાન) રહેતો હતો. આ મકાન નરેશ ઠક્કરે માસિક રૃ. ૩ હજારના ભાડેથી આપ્યું હોવાનંુ જાણવા મળ્યું હતું. આરોપી નરેશ દ્વારા સુશાંત અને તેના પરિવારને અકસ્માતમાં મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવતી હતી. બનાવની પાણીગેટ પોલીસે તપાસ શરૃ કરી છે.

;