વાણિજ્ય વેરા શાખાને રૃ.૧.૧૮ કરોડનો ચુનો - Sandesh
  • Home
  • Rajkot
  • વાણિજ્ય વેરા શાખાને રૃ.૧.૧૮ કરોડનો ચુનો

વાણિજ્ય વેરા શાખાને રૃ.૧.૧૮ કરોડનો ચુનો

 | 1:16 am IST

  • ૪ વર્ષથી વેરો નહીં ભરતા ફરિયાદ નોંધાવાઈ 

રાજકોટ : રાજકોટમાં ચાર વર્ષ પહેલા કેનાલ રોડ પર રીલાયન્સ એન્ટરપ્રાઈઝ નામે એજન્સી ધરાવતા એક શખસે ૧.૧૮ કરોડ વાણીજય વેરો નહી ભરી નાસી જતા તેની સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.   રાજકોટ વાણીજય વેરા કચેરીના અરવિંદ ત્રિભોવનદાસ ભોજાણી (ઉ.પ૬) એ એ ડિવીઝન પોલીસમાં ચાંગેલા પ્રકાશ ઈશ્વર નામના શખસ સામે ફરિયાદ નોંધાવી છે. ચાંગેલા પ્રકાશ કેનાલ રોડ પર કુંજ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફલોરમાં રીલાયન્સ એન્ટરપ્રાઈઝ નામે એજન્સી ધરાવતા હતા. તે સ્ટેનલેસ સ્ટીલનો વેપાર કરતા હતા. તેને નિયમ મુજબ સરકારમાં વાણીજય વેરો ભરવાનો થતો હોય તે છેલ્લા ચાર વર્ષથી નહી ભરતા તેને નોટિસ પાઠવી હતી. ઉલટાના તે ઓફિસ બંધ કરી ફરાર થઈ જતા તેની સામે ફરિયાદ કરી હતી. તેણે કુલ રૃ.૧,૧૮,પ૬,રપપ જેટલો વેરો ભરવાનો થતો હતો.