વાપી ગ્રીન એન્વાયરોની ચૂંટણીને પગલે ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની આજે બેઠક - Sandesh
  • Home
  • Surat
  • વાપી ગ્રીન એન્વાયરોની ચૂંટણીને પગલે ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની આજે બેઠક

વાપી ગ્રીન એન્વાયરોની ચૂંટણીને પગલે ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની આજે બેઠક

 | 3:30 am IST

  • છેલ્લાં ૩ વર્ષની કામગીરીનો ચિતાર સભ્ય એકમોને અપાશે

। વાપી ।

વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ કંપનીનાં ઉદ્યોગકારોનાં પ્રતિનિધી ચાર ડીરેકટરોની સંભવિત ચૂંટણીને અનુલક્ષીને વીઆઇએ દ્વારા મંગળવારે કંપનીનાં માન્યતા પ્રાપ્ત સભ્ય એકમોમાં પ્રતિનિધીઓની વીઆઇએ ઓડિટોરિયમમાં મીટીંગ બોલાવાઇ છે. જેમાં સભ્યોને છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કંપનીની સુધારાતરફી કામગીરીનું બ્રિફીંગ અપાશે.

આ પ્રસંગે સભ્ય એકમોને એક કામગીરીલક્ષી બુકલેટનું વિતરણ પણ કરાશે. તાજેતરમાં ગુજરાત સરકારનાં વન અને પર્યાવરણ વિભાગનાં ડાયરેકટર એન્વાયરમેન્ટ એવા આઇઆઇટી એંજીનીયર પ્રદીપસિંગ તથા રાજ્યનાં અધિક મુખ્યસચિવ વન અને પર્યાવરણ તેમજ જીપીસીબીનાં ચેરમેન ડો. રાજીવ ગુપ્તા (આઇ.એ.એસ.) દ્વારા વાપીનાં સીઇટીપીની મુલાકાત લીધા બાદ એમણે વ્યક્ત કરેલા અભિપ્રાયથી સભ્યોને વાકેફ કરાશે. કંપનીનાં છેલ્લા કેટલાક વર્ષોથી ડીરેકટરપદે બિરાજનારા મહેશભાઇ પંડયા વીઆઇએથી નોખો ચોકો કરી ચૂંટણી લડવાનું મન બનાવી ચૂકેલા છે.

મહેશભાઇ પંડયા વીઆઇએનાં ૨૦૦૯-૧૧ માં પ્રમુખ હતા ત્યારે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પો દરમ્યાન વીઆઇએ ગ્રાઉન્ડમાં રૃા. ૧૬.૫૦ કરોડનાં ખર્ચે કન્વેન્સન સેન્ટર બનાવવાની યોજના ઘડાઇ હતી અને વિવિધ ઔદ્યોગિક એકમો પાસેથી રૃ. ૮૦ લાખ જેવી માતબર રકમ ઉઘરાવાઇ હતી. બાદમાં અશોકભાઇ શુકલ વીઆઇએ પ્રમુખ હતા ત્યારે શરદભાઇ ઠાકરની દરખાસ્તને પગલે વીઆઇએની અર્ધર્વાિષક સાધારણ સભામાં તા. ૨૩-૧૧-૨૦૧૧ નાં રોજ કન્વેન્શન સેન્ટરનાં પ્રોજેક્ટનાં અમલ અને એનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય ત્યારપર્યંત મહેશભાઇ પંડયાને એના ચેરમેનપદની જવાબદારી સુપ્રત કરતો ઠરાવ પસાર કરાયો હતો. પરંતુ આજે એ વાતને સાત વર્ષ વિત્યા બાદ એમાં કોઇ પ્રગતિ નથી.

;