વારંવાર પેટમાં ગરબડ થઈ જતી હોય તો ઘરગથ્થુ નુસખા ઉપયોગી બનશે! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • વારંવાર પેટમાં ગરબડ થઈ જતી હોય તો ઘરગથ્થુ નુસખા ઉપયોગી બનશે!

વારંવાર પેટમાં ગરબડ થઈ જતી હોય તો ઘરગથ્થુ નુસખા ઉપયોગી બનશે!

 | 3:00 am IST
  • Share

ઘણી બહેનોને સતત પેટની સમસ્યા પજવતી રહે છે. તેમનું પાચન કદી પાટે ચઢતું જ નથી. દર થોડા દિવસે તેમને પેટની તકલીફ્ થયા કરે છે. તેઓ દવા લઈ લઈને કંટાળી જાય છે, પરંતુ સમસ્યા દૂર થતી નથી. એવી બહેનોએ દવાઓ ખાવાને બદલે થોડા દિવસ આ ઘરેલુ પ્રયોગ કરવા જોઈએ. 

  ખોરાક અને પાણીમાં બેક્ટેરિયા આવતા રહે તો તમને હિપેટાઈટિસ બી, નોરો વાઇરસ, રોટા વાઇરસ વગેરે જઠરમાં અને આંતરડાંમાં ભેગા થઈને ઉત્પાત મચાવે છે. તમને કોઈ ખોરાકની એલર્જી હોઈ શમે છે. તમે ધ્યાન રાખો કે કઈ વસ્તુ ખાધા પછી પેટમાં ગરબડ થઈ જાય છે તો તમને ખબર પડી જશે કે કઈ વસ્તુ ખાવાથી મુશ્કેલી સર્જાય છે. માની લો કે તમને એ વાનગીની એલર્જી છે. 

એક કારણ એ પણ હોઈ શકે કે તમને તાજી વસ્તુને બદલે વાસી વસ્તુઓ ગરમ કરીને કે વઘારીને ખાવાની ટેવ છે. તેમાં બની શકે કે એ વાનગી બગડી ગઈ હોય. તેથી ફ્ૂડ પોઈઝનિંગ થઈ જતું હોય. અન્ય કોઈ જ કારણ ન હોય અને છતાં વારંવાર ખાધા પછી પેટ ભારે થઈ જતું હોય તો લિવરની તપાસ કરાવી લેવી. જો લિવરમાં જરાય ગરબડ હશે તો ખોરાક પચશે જ નહીં. 

ડોક્ટરને મળી આવ્યા પછી કે મળવા જતાં પહેલાં થોડાક દિવસ આ ઘરગથ્થુ કીમિયા પણ અજમાવી જુઓ. તેથી ખાસ્સો લાભ થશે. 

નિયમિત નારિયેળ પાણી પીઓ. નારિયેળ પાણીમાં એવા એન્ઝાઈમ્સ હોય છે જે પાચનક્રિયાને સારી રાખે. વળી નારિયેળ પાણી પીતા રહેવાથી તમારું પાચનતંત્ર હાઈડ્રેટેડ રહેશે.  

સવારે નરણા કોઠે એક કપ જીરાનું પાણી પીવાનું રાખો. તેમાં એન્ટિસેપ્ટિક ગુણ હોવાથી આંતરડાંમાં કોઈ બેક્ટેરિયા વગેરેનો ચેપ હશે તો દૂર થશે. જમ્યા પછી ચપટી અજમો ખાવાથી પણ આવો જ લાભ થશે. 

દિવસમાં બે વખત એક વાટકી ભરીને દહીં ખાવાથી પાચન સરખું થઈ જશે. પેટની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ જશે. દહીંમાં ચપટી મીઠું અને કાળા મરીનો ભૂકો નાંખીને લેવાથી અન્ય સમસ્યા પણ નહીં થાય. 

રોજ જમતાં જમતાં એક ગ્લાસ પાણીમાં એક ચમચી સફ્રજનનો સરકો નાંખીને પીવાથી પેટ ભારે ભારે નહીં લાગે. 

જમતાં પહેલાં આદુંનો એક ઇંચનો ટુકડો ચાવીને ખાવાથી પાચન સુવાંગ થઈ જશે. રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધમાં એક ચમચી સૂંઠ પાઉડર નાંખીને પીવાથી પણ પાચનમાં લાભ થશે. 

ભોજનની સાથે તાજા ફ્ુદીનાની ચટણી ખાવાનું રાખશો તો પેટને લગતી સમસ્યાઓ દૂર થઈ જશે. ઉપરાંત બીલીનું શરબત રોજેરોજ એક કપ પીવાથી પણ પાચનતંત્ર સુધરી જાય છે અને પેટની સમસ્યાઓ દૂર થઈ જાય છે. 

રોજ જમ્યા પછી મોસંબી કે નારંગીનો જ્યૂસ અથવા લીંબુ પાણી લેવાનું રાખો. તેથી લિવર સુધરશે અને પાચનમાં ફયદો થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો