વારસિયામાં ભૂવો પડયો, ૪ દિવસથી પુરાણ નહીં કરાતા વધુ મોટો થયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • વારસિયામાં ભૂવો પડયો, ૪ દિવસથી પુરાણ નહીં કરાતા વધુ મોટો થયો

વારસિયામાં ભૂવો પડયો, ૪ દિવસથી પુરાણ નહીં કરાતા વધુ મોટો થયો

 | 2:44 am IST

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વાહનોથી ધમધમતા રોડ પર ભૂવો પડયો હતો. ચાર દિવસ પછી પણ તે ભૂવાની મરામત નહીં કરવામાં આવતા ભૂવાનો વિકાસ થયો હતો અને તે વધુ પહોળો અને ઉંડો થયો હતો. ૧૨ ફૂટ ઉંડા ભૂવાનુ હજૂ પણ રીપેરીંગ નહીં કરાતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે. વારસિયાના પ્રેમ પ્રકાશ આશ્રામની બહાર ચારેક દિવસ અગાઉ ફૂટ પહોળો અને ફૂટ ઉંડો ભૂવો પડયો હતો. ત્યાં મીટરની ઉંડાઈએ ડ્રેનેજની લાઈન પસાર થાય છે ત્યારે તેમાં લીકેજ સર્જાતા ભૂવો પડયો હોવાનો પ્રાથમિક અંદાજ લગાવાયો હતો. જોકે, ચાર દિવસ થઈ ગયા પછી પણ લીકેજ રીપેરીંગ અને ભૂવાના પુરાણની દિશામાં કોઈ કામગીરી કરાઈ હતી. જેના કારણે ભૂવાનો વિકાસ થયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;