વાલાવાવ ચોકડીથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતાં બે શખસ ઝડપાયાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • વાલાવાવ ચોકડીથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતાં બે શખસ ઝડપાયાં

વાલાવાવ ચોકડીથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતાં બે શખસ ઝડપાયાં

 | 2:30 am IST

ા ડેસર ા

ડેસર પોલીસના હાથે બાતમી આધારે વાલાવાવ ચોકડીથી રિક્ષામાં વિદેશી દારૂની હેરાફ્ેરી કરતા બે શખસ ઝડપાયા હતા.પેટ્રોલિંગ દરમિયાન પીએસઆઇને બાતમી મળતા વાલાવાવ ચોકડી ખાતે પોલીસની ટીમ છૂટી છવાઇ સંતાઇ જઈને વિદેશી દારૂના ૩૬૧ નંગ કવાટરીયાના જથ્થા સાથે હેરાફ્ેરી કરતા આણંદના બે શખસને આબાદ ઝડપી પાડયા હતાડેસર તાલુકાના વાલાવાવ ચોકડી ખાતે પીએસઆઈ આર.બી વાઘેલા સહિતની ટીમ ગતરોજ સાંજે ૫,૩૦ વાગ્યાના અરસામાં ચેકિંગમાં હતા તે દરમિયાન પીએસઆઈ ને બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરીને એક સીએનજી રીક્ષા ઉદલપુર બાજુથી ડેસર તરફ્ આવી રહી છે જેનો રજીસ્ટ્રેશન નંબર ય્ત્ન ૨૩ ઠ ૯૯૬૬ છે બાતમી મળતા વેંત ડેસર પોલીસ એકશનમાં આવી ગઈ હતી અને તાબડતોબ પોલીસની ટુકડી વાલાવાવ ચોકડી ઉપર છૂટાછવાયા સંતાઈ જઈને બાતમી વાળી રીક્ષા ની વોચમાં ગોઠવાઈ ગયા હતા સાંજે ૬/૩૦ વાગ્યાના અરસામાં વાલાવાવ ચોકડી ખાતે બાતમી વાળી રીક્ષા આવી પહોચતા ડેસર પોલીસે તેને ચારે બાજુથી કોર્ડન કરી તેમાં તપાસ આરંભી હતી, તપાસ દરમિયાન રીક્ષામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિક કવાટરીયા કુલ નંગ ૩૬૧ જેની કિંમત રૂ ૩૬, ૧૦૦, અને સીએનજી રીક્ષા ની કિંમત ૫૦,૦૦૦, બે મોબાઇલની કિંમત ૧૦૦૦, મળી કુલ રૂ ૮૭ ૧૦૦, ના મુદ્દામાલ સાથે સમીર સિરાજ ભાઈ વોહરા હાલ રહે આણંદ પરિવાર હોલ પાસે રોયલ પાર્ક મૂળ રહે અમદાવાદ બહેરામપુરા, અનેઅકીલ ગુલામનબી વોહરા રહે આણંદ રિલીફ્ કમિટી ટીબી હોસ્પિટલ પાછળ ભાલેજ રોડ આણંદ ને ઝડપી લઈને વિદેશી દારૂનો જથ્થો મોકલનાર જાવેદભાઈ મેમણ ઉફ્ર્ે મામા હાલ રહે લુણાવાડા મુળ રહે આણંદ જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર આણંદના ગામડી ગામે રહેતા મહેશભાઈ ને ઝડપી પાડવા  પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;