વાલિયાના હીરાપોરમાં દીપડાએ હુમલો કરતાં બે શ્રમજીવીને ઇજા - Sandesh
  • Home
  • Newspaper
  • વાલિયાના હીરાપોરમાં દીપડાએ હુમલો કરતાં બે શ્રમજીવીને ઇજા

વાલિયાના હીરાપોરમાં દીપડાએ હુમલો કરતાં બે શ્રમજીવીને ઇજા

 | 2:45 am IST

વનવિભાગની ટીમ દોડી આવી પાંજરું ગોઠવ્યું

। વાલિયા ।

વાલિયાના હીરાપોર ગામની સીમમાં શેરડી કટીંગ કરતા શ્રમજીવીઓ વસાહતમાં રહેતા ૩૫ વર્ષીય કિશાન દેવીસીંગ સોનવણે અને પીન્ટુ આવસાવ માણશે આજરોજ હીરાપોર ગામના ખેડૂત દોલતસિંહ ખેરના ખેતરમાં શેરડી કાપવા ગયા હતા. દરમિયાન શેરડીને સળગાવી ખેતરના સેઢા ઉપર ઊભા હતા તે વેળા અચાનક શેરડીના ખેતરમાંથી નીકળી આવેલ દીપડાએ બંને ઉપર જીવલેણ હુમલો કરતા બંનેને ઇજાઓ થઇ હતી. જેઓએ તાત્કાલિક ગ્રામવાસીઓએ વાલિયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. વાલિયા વન વિભાગના આરએફઓ ગજેન્દ્રસિંહ ભરથાણીયા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઇજાગસ્તોને સારવાર અપાવી દીપડાને પકડી પાડવા હુમલા સ્થળે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે ત્યારે હીરાપોર ગામની સીમમાં દીપડાઓને ખોરાક મળી રહ્યો હોવાથી સીમમાં વધુ દીપડાઓ હોવાનું લોકો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;