વાલિયા ખાતે કરણી સેના દ્વારા રેલી યોજાઇ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • વાલિયા ખાતે કરણી સેના દ્વારા રેલી યોજાઇ

વાલિયા ખાતે કરણી સેના દ્વારા રેલી યોજાઇ

 | 2:45 am IST

વાલિયા ઃ વાલિયા ગામની સિલુંડી ચોકડીથી કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજસિંહ શેખવાતે કાર્યકરો સાથે રેલી યોજી હતી.

ભરૃચ જિલ્લાના બે દિવસના પ્રવાસે આવેલ રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજસિંહ શેખવાતએ વિવિધ સ્થળોની મુલાકાત કરી રાજપૂત સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી તેઓ ઝઘડિયા બાદ વાલિયા તાલુકાના મહેમાન બન્યા હતા વાલિયા રાજપૂત સમાજ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સિલુંડી ચોકડીથી બાઈક રેલી કાઢી હતી જે રેલી મુખ્ય માર્ગ પર ફ્રી વાલિયા ગામના કબૂતર ખાના સ્થિત હનુમાન મંદિર ખાતે આવી પહોંચી હતી. હનુમાનજીના દર્શન કરી શ્રી રંગ મહિલા કોલેજ ખાતે પહોંચી હતી જ્યાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધવલ ખેર સહિત રાજપૂત સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;