વાલિયા વટારિયા શુગર ફ્ેક્ટરીના રૂા. ૮૫ કરોડના કૌભાંડમાં સંદિપ માંગરોલાને ત્રણ દિવસના રિમાન્ડ, પરંતુ સબજેલમાં મોકલાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • વાલિયા વટારિયા શુગર ફ્ેક્ટરીના રૂા. ૮૫ કરોડના કૌભાંડમાં સંદિપ માંગરોલાને ત્રણ દિવસના રિમાન્ડ, પરંતુ સબજેલમાં મોકલાયો

વાલિયા વટારિયા શુગર ફ્ેક્ટરીના રૂા. ૮૫ કરોડના કૌભાંડમાં સંદિપ માંગરોલાને ત્રણ દિવસના રિમાન્ડ, પરંતુ સબજેલમાં મોકલાયો

 | 2:33 am IST

હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવાની માગ થતાં બે દિવસની રાહત

અંકલેશ્વર

વાલિયા વટારીયા સુગર ફ્ેક્ટરીના રૂપિયા ૮૫ કરોડના કૌભાંડમાં સંદીપ માંગરોલાની વધુ ત્રણ દિવસના રિમાન્ડની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે. પરંતુ સંદિપ માંગરોલાની હાઇકોર્ટમાં જામીન અરજી માંગણી થતા સુનાવણી થાય ત્યાં સુધી સબજેલમાં રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે. આમ રિમાન્ડ મંજૂર થવા છતાં બે દિવસની રાહત થઇ છે.

અંકલેશ્વર સેશન્સ કોર્ટ ખાતે વાલિયા પોલીસ દ્વારા સંદીપ માંગરોલાના વધુ ત્રણ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતાં. સેશન્સ કોર્ટે સરકાર અને પોલીસ તરફ્થી વકીલ પરમારની ત્રણ દિવસના રિમાન્ડની અરજી ગ્રાહ્ય રાખી હતી. પરંતુ સામે સંદીપ માંગરોલાના વકીલ માંગુકિયાએ હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવા માટેની માગણી કરતા બે દિવસ માટે હાલ સંદીપ માંગરોલાને સબ જેલમાં મોકલવામાં આવ્યા છે

અંગે ડીવાયએસપી ભોજાણી જણાવ્યું હતું કે, અંગે હવે ૧૪ તારીખે નિર્ણય થશે, કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા હતા. પરંતુ જામીન અરજી આવતા હાલ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાંઆવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;