વાળની અનેક સમસ્યામાંથી છુટકારો અપાવતી મુલતાની માટી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • વાળની અનેક સમસ્યામાંથી છુટકારો અપાવતી મુલતાની માટી

વાળની અનેક સમસ્યામાંથી છુટકારો અપાવતી મુલતાની માટી

 | 3:00 am IST
  • Share

મુલતાની માટી વાળને પોષણ અને ભીનાશ પ્રદાન કરીને તેને કન્ડિશનિંગ કરે છે. વાળના ટેક્સચર પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવે તો રિઝલ્ટ ઝડપી મળે છે

લતાની માટી ત્વચાને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે એ વાત આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તમને જાણીને આૃર્ય થશે કે વાળને લગતી સમસ્યાઓમાં પણ મુલતાની માટી રાહત આપે છે. સ્કેલ્પમાં વધુ પડતા તેલને શોષવામાં, ખોડાને દૂર કરવામાં અને વાળને કન્ડિશનિંગ કરવામાં મુલતાની માટી મદદ કરે છે  

વાળની સફાઈ    

મુલતાની માટીમાં ક્લિન્ઝર હોય છે, જે વાળમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે. જેમના હેર ઓઇલી છે તેમના માટે એક આદર્શ હેરપેકનું કામ કરે છે. કુદરતી તેલને શોષ્યા વગર વાળને મદદ કરે છે. મુલતાની માટી લગાવવાથી વાળનાં મૂળમાં બ્લડ સરક્યુલેશન સુધરી જાય છે. જેથી વાળ ઝડપથી વધે છે.  

કન્ડિશનિંગ 

મુલતાની માટી વાળને પોષણ અને ભીનાશ પ્રદાન કરીને તેને કન્ડિશનિંગ કરવાનું કામ કરે છે. એટલું જ નહીં વાળમાં રહેલી ખામીઓને દૂર કરીને તેને સ્વસ્થ પણ રાખે છે. નિયમિત મુલતાની માટીનો ઉપયોગ કરવાથી વાળનાં મૂળ સ્વસ્થ રહે છે અને ખોડા જેવી સમસ્યાઓ સતાવતી નથી.  

મુલતાની માટીનો પેક વાળને મુલાયમ બનાવે છે. ઘણી યુવતીઓના વાળ અવારનવાર બે મોઢાવાળા વાળ થઇ જતાં હોય છે. આ સમસ્યાને કારણે વાળનું સૌંદર્ય ગુમ થઈ જાય છે. મુલતાની માટી અને દહીંનો પેક આ સમસ્યામાંથી રાહત આપે છે.  

ઉપયોગ કરવાની રીત

મુલતાની માટીનો ઉપયોગ વાળના ટેક્સચર પ્રમાણે કરવામાં આવે તો રિઝલ્ટ ઝડપી અને સારું મળે છે. જેમના હેર સામાન્ય છે તેમણે તલના તેલથી વાળમાં માલિશ કરવું જોઈએ. એ પછી મુલતાની માટીને સ્કેલ્પમાં લગાવવી જોઇએ. 20 મિનિટ આ પેક વાળમાં રહેવા દીધા બાદ પહેલાં સાદા પાણીથી અને પછી જરૂર લાગે તો માઇલ્ડ શેમ્પૂથી ધોઈ લો. જેમના વાળ શુષ્ક હોય તેમણે મુલતાની માટી, દહીં, મધ અને ચૂનાનો રસ આ બધી સામગ્રીને મિક્સ કરીને પેસ્ટ બનાવી વાળમાં લગાવવી. 20 મિનિટ પછી વાળમાં ધોઇ લો. ઓઇલી વાળ હોય તેમણે મુલતાની માટીમાં અરીઠાનો પાઉડર મિક્સ કરીને વાળમાં લગાવવો જોઇએ. આ પેક એક કલાક વાળમાં લગાવ્યા બાદ ધોઈ નાંખો. જેમના વાળ સીધા એટલે કે સિલ્કી છે તેમણે એક કપ મુલતાની માટીમાં એક ઇંડું અને પાંચ ચમચી ચોખાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવવી જોઇએ. આ પેસ્ટ વાળમાં લગાવ્યા બાદ 30 મિનિટ સુધી રહેવા દો. આ પેસ્ટ વાળને સુંદર બનાવે છે. જેમને ખોડાની સમસ્યા સતાવતી હોય તેઓએ મેથીનાં બીજની પેસ્ટ બનાવવી. એમાં લીંબુનો રસ અને મુલતાની માટી મિક્સ કરો. આ પેક વાળમાં 30 મિનિટ રહવા દો. પછી સાદા પાણીથી અને માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો.   

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો