વાસ્તુ ન હોય બરાબર તો ઘરમાં આ રીતે જાળવો positivity - Sandesh
  • Home
  • Astrology
  • વાસ્તુ ન હોય બરાબર તો ઘરમાં આ રીતે જાળવો positivity

વાસ્તુ ન હોય બરાબર તો ઘરમાં આ રીતે જાળવો positivity

 | 3:58 pm IST

એ વાતથી તો કોઈપણ અજાણ નહીં હોય કે વાસ્તુશાસ્ત્રની શોધ ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે થઈ છે. વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખવામાં આવે તો આર્થિક આવક, પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય તેમજ સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે. આમ થવાનું કારણ એ હોય છે કે વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે અને તેના કારણે બહારની નકારાત્મક ઊર્જાને ઘરમાં પ્રવેશ મળતો નથી. જો કે એવા અનેક ઘર પણ હોય છે જ્યાં વાસ્તુના નિયમોનો ભંગ થતો હોય છે. જેના કારણે ત્યાં નકારાત્મક ઊર્જાનું પ્રમાણ વધી જતું હોય છે.
1.
ઘર જેટલું પ્રાકૃતિક લાગશે તેટલી તેની આભામંડળ વધુ હશે. ઘરને પ્રાકૃતિક રૂપ દેવા માટે આજુબાજુ ફૂલ-ઝાડ ઉછેરો. ચારે બાજુથી ખુલ્લી હવા આવે તેમજ દૂરથી દેખાય તેવી દીવાલો પર પ્રાકૃતિક પત્થર, કુંડા વગેરેનો ઉપયોગ કરો.
2.
ઘરની હકારાત્મક શક્તિને કાયમ રાખવા માટે જરૂરી છે કે ઘરનું પ્લાસ્ટર બરાબર હોય. જો ક્યાંયથી પણ થોડું પણ પ્લાસ્ટર ઉખડી જાય તો તરત જ તેને ઠીક કરાવી લો.
3.
ઘરમાં કલર કરાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે કલર એક જ જેવો હોય. શેડ એકથી વધું હોઈ શકે છે. પણ શેડનો તાલમેલ બરોબર હોવો જોઈએ.
4.
ઘરની આસ-પાસ કોઈ ગંદું નાળું, ગંદું તળાવ, શ્મશાન ઘાટકે કબ્રસ્તાન ન હોવું જોઈએ. તેનાથી આભામંડળમાં વધુ ફરક પડે છે.
5.
ઘર ગમે તેટલું જૂનું હોય પણ સમયાંતરે તેનું સમારકામ અને જાળવણી યોગ્યરીતે થવી જોઈએ. રંગરોગાન વ્યવસ્થિત રીતે થતા રહેવા જોઈએ.
6.
ઘરની છત પર ક્યારેય ભંગારની વસ્તુઓ એકઠી ન કરવી જોઈએ. ઘરમાં વધારાનો કે બિનઉપયોગી સામાન ન રાખવો જોઈએ. જો જરૂરી હોય તો એક ખુણામાં રાખો. ઘરમાં વધારાનો સામાન રાખવાથી વ્યક્તિના મન-મસ્તક પર દબાણ પડે છે. તેનાથી વાસ્તુદોષ પણ વધે છે.