વાસ્તુ-વિચારસરણીમાં મુખ્ય બારણું અને દીવાનખંડ - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • વાસ્તુ-વિચારસરણીમાં મુખ્ય બારણું અને દીવાનખંડ

વાસ્તુ-વિચારસરણીમાં મુખ્ય બારણું અને દીવાનખંડ

 | 2:35 am IST

ગત હપ્તામાં જમીનની ખરીદી અને તે વખતે સાચવવા જેવી બાબતોના મુદ્દાઓનું નિરૂપણ કરવામાં આવેલું હતું. હવે મકાનમાં પ્રવેશ કરતી વખતનાં પ્રવેશદ્વારઅર્થાત મુખ્ય બારણું તેમજ દીવાનખંડને વાસ્તુના સંદર્ભે તપાસવાની ચર્ચા કરીશું. જમીન પર તૈયાર થતા મકાન-શિલ્પ, ભવનની શરૂઆત તેના મુખ્ય દ્વારથી થાય છે. મકાન વ્યક્તિગત હોય કે સામૂહિક-વસાહતહોય, સૌથી પ્રથમ શરૂઆત અને જરૂરિયાત પાણીના પ્રવાહથી વિચારવાની થાય છે. મકાન-બંગલો કે બહુમાળી ભવન હોય, સૌ પ્રથમ શરૂઆત પાણીની અંડર ગ્રાઉન્ડ ટાંકીથી થાય છે.  

મકાન બાંધતા પહેલાનું પાણીની ટાંકીનું ખોદાણ અને બાંધકામ :

વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો જેમને પરમ વંદનીય માને છે તેવા આચાર્ય વરાહમિહિરત્યાં સુધી જણાવી રહ્યા છે કે… ભૂતળમાંથી પાણીની જરૂરિયાત વિષે વિચારતા જળબોરિંગની વ્યવસ્થા, પાણીનો જથ્થો કેટલો ભૂતળમાં ઊંડો છે તે માટે સારા વાસ્તુનિષ્ણાતના અનુભવનો લાભ લેવો જોઈએ પણ સાથે-સાથે સારા મુહૂર્ત-નક્ષત્ર-ચંદ્રની દિશા અને દશા, મુખ્ય વ્યક્તિની જન્મરાશિ વગેરે તપાસવું જોઈએ.  

લાંબા સમય સુધી પાણીનો જથ્થો પર્યાપ્ત પ્રમાણમાં મળી રહે તેવી ઈચ્છા રાખતા હોઈએ તો ચંદ્રની દશા તપાસીને ઉત્તર દિશાથી ખોદાણની શરૂઆત કરવી યોગ્ય ગણાયેલ છે. તથા પાણી સ્ટોરેજ માટે ઈશાનખૂણો-ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચેનો ખૂણો લેવા સારો છે. પરંતુ એ ખાસ લક્ષમાં લેવાનું કે ભવન-મકાનનું મુખ્ય પ્રવેશદ્વાર તૈયાર થાય ત્યારે બરોબર તેની સામે આ ટાંકી ન આવે.  

મકાન અથવા ભવનનું પ્રવેશદ્વાર :  

આ દ્વારથી ઘરમાં રહેતી વ્યક્તિઓ ઉપરાંત મહેમાનો, કામવાળા, સગા-સંબંધી, ધંધાની ચર્ચા માટે આવતા લોકો, બાળકોને ભણાવવા આવતા અધ્યાપકો, તબીબો, વગેરે તમામ આ દ્વારથી જ ઘરમાં પ્રવેશતા હોઈ, મકાનના અન્ય બારણા કરતા આ દ્વારનું મહત્ત્વ વિશેષ છે તેમજ તેમાં રહેલા દોષથી અન્ય ઘણી અનસોલ્વ્ડસમસ્યાની શક્યતા વધી જાય છે. મુખ્ય દ્વાર માટે મહત્વના પાસા પરત્વે ધ્યાન રાખવું એટલા માટે જરૂરી બની રહે છે.  

મકાનમાં જેટલા વર્ષો આપણે અને આપણા કુટુંબીજનો નિવાસ કરવાના છે તેટલા વર્ષો માટે, મુખ્ય દ્વારમાં બદલાવ લાવવો કે તોડફોડ કરવી નહિવત કિસ્સામાં શક્ય હોય છે. કેમકે તે બદલવા જતા મુખ્ય રૂમ અને તેની સાથે અન્યરૂમોની ડિઝાઈન વિષે પણ વિચારવું પડે છે. તેમ કરવા જતાં અન્ય વાસ્તુ દોષ ઊભા ન થાય તે પણ વિચારવું પડે છે.  

પ્રવેશ દ્વાર સંદર્ભે અગત્યના લક્ષમાં લેવા લાયક મુદ્દા :  

૧. મુખ્ય દ્વાર ઉત્તર-પૂર્વ, પૂર્વ કે ઉત્તરમાં સારું ગણવામાં આવે છે, આ દિશામાં બારણું શક્ય ન હોય ત્યારે પોતાની જન્મ રાશી તપાસ્યા બાદ આ બારણાની દિશા નક્કી કરવી જોઈએ.  

૨. જૂના જમાનામાં મુખ્ય દરવાજાની બાજુમાં દીવો મૂકવા માટે ખાનું રાખવામાં આવતું હતું. હાલમાં પ્રવેશબારની ઉપર અથવા જમણી બાજુ રાત્રે લેમ્પ ચાલુ રહે તે શુભ ગણવામાં આવે છે.  

૩. ઘરમાં રસોડા, બેડરૂમ, બાથરૂમ, ટેરેસ સહિત અન્ય તમામ બારણાંના ક્ષેત્રફળ(લંબાઈ ટ પહોળાઈ) કરતાં મુખ્ય બારણું લંબાઈ, પહોળાઈમાં વધુ હોવું જોઈએ.  

૪. પશ્ચિમ તરફના દરવાજા હોય તો ઘરની કમાણી કરતી મુખ્ય વ્યક્તિ-જેના પર ઘરના સભ્યો આધારિત હોય છે તે વ્યક્તિને ધંધાર્થે તેમજ અન્ય કામે પોતાના ધંધા-વ્યવસાયના સ્થળ સિવાય આવન જાવન વધુ રહેવા પામે છે.  

૫. પશ્ચિમ અને દક્ષિણ વચ્ચેના ખૂણાના બારણાવાળા પ્રવેશ દ્વાર વાળા મકાનમાં કમાણી માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે છે. તે જ રીતે દક્ષિણ બાજુ તથા પૂર્વ અને દક્ષિણ વચ્ચેનું બારણું બિમારીને સામેથી આમંત્રણ પાઠવતું હોય તેવું જણાય છે. તેટલું જ નહીં કુટુંબના સભ્યો સાથે તાલમેલ ઓછો રહે છે.  

૬. મુખ્ય દ્વાર અર્ધગોળાકાર કે ગોળાકાર સારૃં રહેતું નથી. મુખ્ય બારણાને સ્પર્શ થાય તે રીતે બૂટ-ચંપલ-મોજાનું કબાટ બનાવડાવશો નહીં તે ઘરની ઊર્જાને નકારાત્મક બનાવશે. તે જ રીતે મુખ્ય બારણાની પાછળ કચરા-પોતાની ડોલ કે સાવરણી જેવાં સાધનો પણ ન રાખશો.  

મુખ્ય બારણાની સામે ન હોવું જોઈએ :  

૧. કૂવો ૨. વૃક્ષ ૩. હેવી વિદ્યુતનો થાંભલો ૪. ગંદા પાણીનો નિકાલ થયા બાદ સ્ટોર થતું પાણી ૫. જૂનું મકાન લીધું હોય તો તેનો કાટમાળ સામે જ ન રાખશો, તે જૂની વસ્તુઓ ઉપયોગમાં ન લેવી. ૬. મુખ્ય બારણામાં, જૂની ઢબની વસ્તુઓ ઉપયોગમાં લેવી નહીં.  

દીવાનખંડ(મુખ્ય બેઠકરૂમ) :  

આજના જમાનામાં વૈભવી ફલેટ કે બંગ્લોઝમાં એડિશનલ વધારાનો સીટિંગ રૂમ એટલે કે બીજા ડ્રોઈંગ રૂમની વ્યવસ્થા રાખવામાં આવે છે છતાં દીવાનખંડને લગતા પ્રશ્નો અને ગોઠવણી માટે વાસ્તુના સિદ્ધાંતોનો નિષ્કર્ષ અને પીન-પોઈન્ટતપાસીએ તો નીચે મુજબ અમલ જરૂરી બને છે. 

દીવાનખંડ પૂર્વ, ઈશાન અથવા ઉત્તરમાં તૈયાર થાય તો તે શુભ ગણાય છે. દિવાનખંડના બારણાની સામે જ મંદિર, મસ્જિદ કે ર્ધાિમક સ્થળનું બારણું ન આવે તે ઈચ્છનીય છે. ડ્રોઈંગ રૂમનું ધાબુ-છત બીજા રૂમ કરતા નીચી વધુ સારી ગણાઈ છે. આ રૂમમાં ચળકાટવાળા કલર ઊર્જા સ્રોેત માટે યોગ્ય ગણાયા નથી. શક્ય હોય ત્યાં સુધી પીળો કે ક્રીમ અથવા હલકા રંગ ઉપયોગી ગણાયા છે. આ રૂમમાં વજનદાર વસ્તુઓ દક્ષિણ કે પશ્ચિમ દિશા બાજુ મૂકી કે ગોઠવી શકાય. આ રૂમમાં વોલ પોસ્ટરરાખવા હોય તો યુદ્ધના, આંસુ પાડતા બાળક, રાક્ષસી, મૃત્યુ વખતના સીન કે ઘૂવડ અથવા હિંસક પ્રાણીઓના રાખવા વાસ્તુ સંહિતા મનાઈ ફરમાવે છે. ઈશાન કોણમાં નાનો ફુવારો કે જળ-પાત્ર રાખી શકાય પરંતુ ડ્રોઈંગરૂમની ઉપર આખા મકાન માટે ઉપયોગમાં લેવાતા પાણીની ટાંકીને વર્જ્ય ગણાવી. દિવાનખંડમાં પ્રવેશતા જ સામે શ્રી ગણપતિજીની મૂર્તિ કે છબી દેખાય તો તે પણ વાસ્તુશાસ્ત્રમાં ઈચ્છનીય ગણવામાં આવે છે.  

ભરત સી. વ્યાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન