વાહનચાલકો સાથે બેફામ તોડપાણી કરતા ટ્રાફિક બ્રિગેડના 700 જવાનોની છટણી - Sandesh
  • Home
  • Ahmedabad
  • વાહનચાલકો સાથે બેફામ તોડપાણી કરતા ટ્રાફિક બ્રિગેડના 700 જવાનોની છટણી

વાહનચાલકો સાથે બેફામ તોડપાણી કરતા ટ્રાફિક બ્રિગેડના 700 જવાનોની છટણી

 | 4:22 am IST
  • Share

ટૂંક સમયમાં જ  TRB જવાનોની નવી ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટથી ભરતી યોજાશે

શહેરના માર્ગો પર સવાર પડતાની સાથે જ ટ્રાફિક બ્રિગેડના જવાનો આવતા જતા વાહનચાલકોને ઉભા રાખીનેલાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ માંગીને તોડપાણી કરતા અને વાહનચાલકો સાથે તોછડાઇ ભર્યું વર્તન કરતા હોવાની અનેક ફરિયાદો થઇ હતી. અંતે ટ્રાફિક જેસીપીએ એક જ વર્ષમાં ટ્રાફિક બ્રિગેડના 700 જેટલા જવાનને સસ્પેન્ડ કર્યા છે. ટૂંક સમયમાં નવા ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી કરવામાં આવશે. અને તે તમામ  TRB જવાનોને માત્ર 3 વર્ષના કરાર આધારીત જ નોકરી પર લેવામાં આવશે. બાદમાં કરાર રિન્યુ કરવામાં નહીં આવે તેવુ પોલીસના સૂત્રોએ જણાવ્યુ હતુ.

શહેરના ટ્રાફિક વિભાગના જેસીપી મયંકસિહ ચાવડાએ જણાવ્યુ કે, અમને  TRB જવાનો વિરૂદ્ધ લેખિત અને મૌખિક અનેક ફરિયાદો મળી છે. તે ફરિયાદોની તપાસ કરવામાં આવતા 700 જેટલા પોલીસકર્મીઓનું લીસ્ટ તૈયાર થયુ હતુ. જેમાંથી આ ટીઆરબી જવાનો મોટા ભાગના પોઇન્ટ પર હાજર રહેતા ન હતા, મોટી રજાઓ ઉપર ઉતરી જતા, અધિકારીઓ અને નાગરીકો સાથે ખરાબ વર્તન કરતા હોવાનું ટ્રાફિક વિભાગના ધ્યાને આવ્યુ હતુ. 2500 પૈકી 700 જેટલા ટીઆરબી જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાકીના ટીઆરબી જવાનોનું ચેકીંગ ચાલી રહ્યુ છે. આગામી દિવસોમાં ટીઆરબી જવાનોની નવી ભરતી કરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો