NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • વિકાસકામો ન થવા મુદ્દે વલસાડ તાલુકામાં ભાજપ સર્મિથત ૪૧ સરપંચોમાં અસંતોષ

વિકાસકામો ન થવા મુદ્દે વલસાડ તાલુકામાં ભાજપ સર્મિથત ૪૧ સરપંચોમાં અસંતોષ

 | 4:30 am IST

સરપંચોએ ગત મોડી સાંજે બેઠક કર્યા બાદ કલેક્ટરને લેખિત રજૂઆતો કરી  

વલસાડ, તા. ૨૦

ધરમપુર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વલસાડના ૪૧ ગામોને વલસાડ કે ધરમપુર તા.પં. તથા વલસાડ અને ધરમપુરના ધારાસભ્યો તરફથી વિકાસના કામો માટે ગ્રાંંટ મળતી ન હોવાથી મુખ્ય માર્ગને જોડતા મોટા રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા, પાકી ગટરો વગેરે જેવી સુવિધાઓથી વંચિત રખાતા, રોષે ભરાયેલા ભાજપ સર્મિથત સરપંચોએ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વલસાડના ગામડાંઓમાં ભાજપ સામે વ્યક્ત થયેલી નારાજગીથી જિલ્લાનું રાજકારણ ગરમાયંુ છે.

વલસાડ તાલુકાના ૯૪ પૈકી ૪૧ ગામોને ગત વિધાનસભાની ચૂંટણી અગાઉ નવા સીમાંકન મુજબ ધરમપુર વિધાનસભા મતવિસ્તાર-૧૮૨માં જોડી દેવાયા હતા. જે મુજબ, એ ૪૧ ગામોના લોકો, વિધાનસભાની ચૂંટણીમાં ધરમપુર બેઠકના ઉમેદવારો માટે અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં વલસાડ તા.પં.માં મતદાન કરે છે. એ ૪૧ ગ્રામ પંંચાયતો પૈકી લગભગ ૯૦ ટકા પંચાયતોમાં હાલ ભાજપ સર્મિથત સરપંચો બિરાજેલા છે. એ તમામ ગામોમાં છેલ્લા પાંચ-સાત વર્ષોથી વિકાસના કામો જેવા કે, મુખ્ય માર્ગને જોડતા મોટા રસ્તાઓ, શેરી રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા, પાકી ગટરો, ડ્રેનેજ વ્યવસ્થા, સ્ટ્રીટલાઇટો, શૌચાલયો, આવાસો વગેરે કામો થયાં ન હોવાની ઉઠેલી ફરિયાદોને લઇને સરપંચોની એક બેઠક રવિવારે વલસાડના અટકપારડી ખાતે મળી હતી. બેઠકમાં નક્કી થયા મુજબ સોમવારે ૭૦ ટકા જેટલા સરપંચોએ ભેગા મળી વલસાડ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું.

આવેદનપત્રમાં જણાવ્યાનુસાર, સરપંચો દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સમક્ષ વારંવાર કરાયેલી લેખિત તથા મૌખિક રજૂઆતોને સાંભળવામાં આવી નથી. સરપંચોના પાંચ વર્ષના કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તેઓના ગામમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડી શકાશે નહીં, જે સરપંચો માટે ચિંતાનો વિષય છે. સરપંચોએે તેઓના ગામોમાં, કેન્દ્ર, રાજ્ય સરકાર તેમજ જિલ્લા-તાલુકા પંચાયત સ્તરની તમામ યોજનાઓનું અમલીકરણ થાય તે માટે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.