વિકાસ કાર્યો માટે રૃ. ૪૪ કરોડ કરતાં વધુ રકમના ચેક વિતરણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • વિકાસ કાર્યો માટે રૃ. ૪૪ કરોડ કરતાં વધુ રકમના ચેક વિતરણ

વિકાસ કાર્યો માટે રૃ. ૪૪ કરોડ કરતાં વધુ રકમના ચેક વિતરણ

 | 4:12 am IST

ા ભાવનગર (સંદેશ પ્રતિનિધિ) ા

જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે ભાવનગર મહાનગરપાલિકા તથા જિલ્લાની ૬ નગરપાલિકાઓના પ્રમુખો તથા ચીફ્ ઓફ્સિરોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ગુજરાત મ્યુનિસિપલ ફઈનાન્સ બોર્ડ અને રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લાના વિકાસ કાર્યો માટે કુલ રૃ. ૪૪ કરોડ કરતાં વધુ રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

પારદર્શી અને લોકાભિમુખ વહિવટની નેમને સાર્થક કરનાર રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે રાજ્યભરની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વિકાસના કામો માટે વિડિયો કોન્ફ્રન્સિંગના માધ્યમથી કુલ રૃ.૧,૦૦૦ કરોડ જેટલી રકમની ફળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગર ખાતે શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે, સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ તથા જિલ્લા કલેક્ટર ગૌરાંગભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં ચેક વિતરણ સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ જણાવ્યું હતું કે, પૈસાના અભાવે રાજ્યમાં વિકાસના કોઈ કામો અટકશે નહીં. શુદ્ધ પીવાનંય પાણી, ભુગર્ભ ગટર, પાકા રસ્તાઓ, ફટકમુક્ત શહેર અને તળાવોના બ્યુટીફ્કિેશન સાથે શહેરો રહેવા અને માણવા લાયક બને તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. કોરોનાના કપરાકાળમાં પણ આ વિકાસ યાત્રા અટકે નહીં તથા વોટર સરપ્લસ અને વૃક્ષ જતન દ્વારા શહેરો ક્લિન એન્ડ ગ્રીન બને તે દિશામાં તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓએ સતત કાર્યરત રહેવાનું છે.

ર્સ્વિણમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભાવનગર મહા નગર પાલિકાને ૩૬.૭૭ કરોડ, જિલ્લાની સિહોર નગરપાલિકાને રૃ.૧.૫૦ કરોડ, પાલીતાણા નગરપાલિકાને રૃ.૧.૫૦ કરોડ, મહુવા નગરપાલિકાને રૃ.૧.૫૦ કરોડ, તળાજા નગરપાલિકાને રૃ.૧,૧૨,૫૦,૦૦૦, ગારીયાધાર નગરપાલિકાને ૧,૧૨,૫૦,૦૦૦ તેમજ વલ્લભીપુર નગરપાલિકાને રૃ.૫૦ લાખની રકમની ફળવણી કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખો તથા ચીફ્ ઓફ્સિરોને વિકાસકાર્યો માટેની રકમના ચેક મંત્રી, સાંસદ તથા જિલ્લા કલેક્ટરના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન