વિદેશી દારૂ અને બિયર સાથે બૂટલેગર પકડાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • વિદેશી દારૂ અને બિયર સાથે બૂટલેગર પકડાયો

વિદેશી દારૂ અને બિયર સાથે બૂટલેગર પકડાયો

 | 3:04 am IST

વડોદરા ઃ શહેરના લક્ષ્મીપુરા રોડ પર વુડાના મકાનમાં રહેતો ગુરૂપ્રસાદ ઉર્ફે મુન્નો હરીપ્રસાદ કનોજિયા વિદેશી શરાબની હેરાફેરી કરી રહ્યો છે, તેવી બાતમી પીસીબીને મળી હતી. જેના આધારે પોલીસે વૉચ ગોઠવી વુડાના મકાન પાસેથી જ આરોપી ગુરૂપ્રસાદને ઝડપી પાડયો હતો. પોલીસને તેની પાસેથી બિયરના ટીન ૨૨ નંગ, ૭૮ નંગ દારૂની બોટલ અને પાઉચ મળ્યા હતા. પોલીસે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા ટુ વ્હીલરને પણ કબજે લીધું હતું. પોલીસે બુટલેગર મુકેશને વૉન્ટેડ જાહેર કર્યો હતો. નોંધનીય છે કે, ગોરવાના મેદાનમાંથી ઝડપાયેલા દારૂના કેસમાં આરોપી ઉદેસિંહ ઉર્ફે ઉદો ચંદુ ગોહિલ દારૂ વેચવા માટેે બુટલેગર ભાવેશ મનહર પટેલને પોતાના ઝુંપડાનો ઉપયોગ કરતો હતો. પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;