વિદ્યા સહાયકોને સળંગ નોકરીનો લાભ આપવામાં હળાહળ અન્યાય - Sandesh
  • Home
  • Bhavnagar
  • વિદ્યા સહાયકોને સળંગ નોકરીનો લાભ આપવામાં હળાહળ અન્યાય

વિદ્યા સહાયકોને સળંગ નોકરીનો લાભ આપવામાં હળાહળ અન્યાય

 | 1:49 am IST

ા ભાવનગર ા

વર્ષ ૨૦૦૬થી નિમણૂંક પામેલા વિદ્યા સહાયકોને સળંગ નોકરીનો લાભ મળતો હોવા છતા ઈ.સ.૧૯૯૮થી નિયુક્ત વિદ્યા સહાયકોને સળંગ નોકરીનો લાભ આપવામાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યાનો શિક્ષકોમાં બળાપો ઠલવાઈ રહ્યો છે.

આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારના ગત તા.૧૮/૧/૨૦૧૭ના ઠરાવ અનુસાર વર્ષ ૨૦૦૬ પછી નિમણૂંક પામેલા વિદ્યા સહાયકોને સળંગ નોકરી ગણવામાં આવશે, પરંતુ ૨૦૦૬ પહેલા નિમણૂંક પામેલા વિદ્યા સહાયકોને સળંગ નોકરીનો લાભ ગણવામાં આવ્યો નથી.!જ્યારે હકિકત એવી છે કે, સરકારની આ વિદ્યા સહાયકની યોજનમાં ઈ.સ.૧૯૯૮મા શરૃ થઈ છે. આમ છતા ૧૯૯૮ થી ૨૦૦૫ સુધીમાં નિમણૂંક પામેલા વિદ્યા સહાયકોને સળંગ નોકરીનો લાભ મળતો નથી. આ પરિસ્થિતિમાં જૂનિયરનો પગાર સિનિયર કરતા વધી જશે. ૨૦૦૬ પછી નિમણૂંક પામેલા વિદ્યા સહાયકોને નવ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ મળી જશે. જ્યારે ૧૯૯૮થી નિયુક્તિ પામેલા વિદ્યા સહાયકોને છેક ૧૪માં વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મળશે. જેને લીધે જૂનિયર કરતા સિનયરનો પગાર ઘટી જવાની વિસંગતતા સર્જાશે.છેલ્લા કેટલાક સમયથી ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા અનેકવાર સરકાર અને શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી હોવા છતા સરકાર અને શિક્ષણ વિભાગના પેટનુ પાણી નહી હલતા પરિણામ શૂન્ય આવ્યુ છે.જેને લીધે શિક્ષક સંઘના હોેદેદારોને પણ ભારે વિસ્મય લાગી રહ્યુ છે. પહેલાના સમયમાં દરેક રજૂઆતકર્તા કે શિક્ષક સંઘને પુરતો ન્યાય આપવામાં આવતો હતો.પરંતુ છેલ્લા કેટલાક સમયથી સળંગ નોકરીના પ્રશ્ને સહકાર નહી આપવામાં આવતા મામલો અનુત્તર રહ્યો હોવાનો શિક્ષકોમાં કચવાટ થઈ રહ્યો છે.   ઉલ્લેખનીય છે કે, સરકારના ઠરાવની વિસંગતતાઓને લીધે લાંબા સમયથી વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવતા શિક્ષકોનો અનુભવ ઉચ્ચતર પગાર ધોરણમાં ઓછો થશે જેને લઈને કકળાટ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;