વિધવાએ એસિડ પીધુ,માતાને રોકવા જતા પુત્ર પણ દાઝયો - Sandesh
 • Home
 • Jamnagar
 • વિધવાએ એસિડ પીધુ,માતાને રોકવા જતા પુત્ર પણ દાઝયો

વિધવાએ એસિડ પીધુ,માતાને રોકવા જતા પુત્ર પણ દાઝયો

 | 12:23 am IST

 • બાબરાના નીલવડા ગામે પતિના વિયોગમાં
 • ગંભીર રીતે દાઝી ગયેલા પુત્રને સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યો
  બાબરા : બાબરાના નીલવડા ગામે આજે એક વિધવા મહિલાએ પતિના વિયોગમાં એસિડ પીધુ હતું અને તેને બચાવવા જતા તેનો પુત્ર પણ ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે પ્રથમ બાબરા અને બાદમાં અમરેલી સારવાર માટે ખસેડવામાં આવેલ છે.નાના એવા ગામમાં આવો બનાવ બનતા અરેરાટી પ્રસરી જવા પામી છે.
  બાબરા તાલુકાના નીલવડા ગામે રહેતા રાવતભાઈ ધાધલનું દોઢેક માસ પહેલા અવસાન થયું હતું અને તેના આઘાતમાં વિધવા પત્ની હંસાબેન રાવતભાઈ ધાધલે આવેશમાં આવી જઈ આજે એસિડ ભરેલી બોટલ પીવા જતા તેમના પુત્ર ભાભલુભાઈ રાવતભાઈ ધાધલ જોઈ જતા તેણે બોટલ ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને કારણે તેના પર એસિડની ઝાલક ઉડતા હાથ અને ગળાના ભાગે ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે પ્રથમ બાબરા અને બાદમાં સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને સારવાર માટે અમરેલી ખસેડવામાં આવેલ છે.
  જયારે વિધવા મહિલાના મોઢામાં એસિડ જતા તેઓ પણ ગંભીર રીતે દાઝી ગયેલ છે.
  પોલીસને આ બનાવની જાણ થતા ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  અન્ય એક બનાવમાં બાબરાના ખાાનભાઈ કુવા શેરી વિસ્તારમાં રહેતા ભરતભાઈ સુખાભાઈ મકવાણા ઉ.વ.૨૭ને મજુરીકામ નહીં મળતા અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેને પણ અમરેલી સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન