વિધાનસભામાં અલંગ, સરકારી હોસ્પિટલ, GIDCના પ્રશ્નો ગૂંજ્યા - Sandesh
NIFTY 10,242.65 +88.45  |  SENSEX 33,351.57 +318.48  |  USD 65.1400 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • વિધાનસભામાં અલંગ, સરકારી હોસ્પિટલ, GIDCના પ્રશ્નો ગૂંજ્યા

વિધાનસભામાં અલંગ, સરકારી હોસ્પિટલ, GIDCના પ્રશ્નો ગૂંજ્યા

 | 1:36 am IST

(સંદેશ બ્યુરો)          તળાજા, તા.૮

ભાવનગર અને તળાજાની સરકારી હોસ્પિટલોમાં ખુંટતા સ્ટાફ, અલંગના વિકાસ માટે ફાળવાયેલ ઓછી ગ્રાંટ, અને તલાજામાં ઔદ્યોગિક એકમો માટે જીઆઈડીસીની બનાવવાનો મુદ્દો તળાજાના ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો. કહી શકાય કે ભાવનગરના બંને ધારાસભ્યોની નિષ્ક્રીયતા પણ તેઓએ ગૃહમાં     છતી કરી હતી.

જિલ્લાના કોંગ્રેસ પક્ષના એકમાત્ર ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ વિધાનસભા ગૃહના પ્રશ્નોત્તરી, ચર્ચા કાળ દરમિયાન અધ્યક્ષને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં એક વર્ષથી કેન્સર વોર્ડ કેન્સરના તબીબ નિવૃત થવાના કારણે બંધ કરી દેવામાં આવેલ. તે ઉપરાંત પિડીયા ટ્રીક, લેપ્રોસ્કોપી સર્જન, પ્લાસ્ટીક સર્જરી થતી નથી ડોક્ટરોના અભાવે આપી સરકાર આ સેવા કાર્યરત કરાવે તથા એમઆરઆઈ અને સીટી સ્કેન પણ સરકાર હસ્તક ખાનગી સંસ્થા કરતા સરકાર સંચાલન કરે તેવો અવાજ રજૂ કરવામાં આવ્યો હતો. તળાજાની રેફરલ હોસ્પિટલમાં એમ.ડી. કક્ષાના ડોક્ટર અને બે કલાર્કની જગ્યા પૂરાય તેવી રજૂઆત કરી હતી. ૩૫ વર્ષથી કાર્યરત અલંગ શીપયાર્ડને માત્ર બે કરોડની જ ગ્રાંટ ફાળવણી કરી છે તો વધુ નાણા ફાળવીને રસ્તા, પાણી સહીતની પ્રાથમિક સુવિધા વધારવાનું નાણામંત્રીને જણાવ્યું હતું. તળાજાના વિકાસ માટે ઉદ્યોગો જરૃરી હોય જીઆઈડીસી સ્થાપવાળો અવાજ રજૂ કર્યા હતો. ભાવનગરની સર ટી. હોસ્પિટલનો પ્રશ્ન રજૂથી ભાવનગર ભાજપના બંને ધારાસબ્યોની નિષ્ક્રીયતા છતી કરી હતી.

;