વિન્ડચાઈમ ઘરમાં સુખ-શાંતિ અને ખુશીઓ લાવશે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • વિન્ડચાઈમ ઘરમાં સુખ-શાંતિ અને ખુશીઓ લાવશે

વિન્ડચાઈમ ઘરમાં સુખ-શાંતિ અને ખુશીઓ લાવશે

 | 12:30 am IST
  • Share

ઘરમાં કોઈ પ્રકારનો વાસ્તુદોષ હોય તો તેની નેગિટિવ અસર ત્યાં રહેનારા લોકો પર પડતી હોય છે. ફેંગશૂઈમાં વિન્ડચાઈમ્સને ખૂબ જ શુભ, સમૃદ્ધિકારક અને વાસ્તુદોષ દૂર કરનાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વિન્ડચાઈમ્સમાંથી નીકળનારો મધુર ધ્વનિ અને ઊર્જા ઘરની નકારાત્મક ઊર્જાને શાંત તથા દુર્ભાગ્યને દૂર કરે છે. જો તમે ઇચ્છતા હો કે વિન્ડચાઈમ તમારા માટે ગુડલક અને ઉન્નતિ લઈને આવે તો આટલું ધ્યાનમાં રાખો.

બજારમાં મળનાર વિન્ડચાઈમ્સ ઘણાં પ્રકારના મટિરિયલમાંથી બનેલાં હોય છે જેમ કે લાકડું, મેટલ, માટી, સિરામિક વગેરે, પરંતુ દિશાના તત્ત્વ અનુસાર તેને લગાવવી શુભ રહે છે. પૂર્વ અને દક્ષિણ-પૂર્વ (અગ્નિ) તથા દક્ષિણ દિશા કાષ્ઠ તત્ત્વ સાથે સંબંધિત હોય છે તેથી આ દિશાઓમાં પોઝિટિવ એનર્જીને એક્ટિવ કરવા માટે વુડન વિન્ડચાઈમ્સ લગાવવું અસરકારક રહેશે.

ઘરની પિૃમ, ઉત્તર-પિૃમ (વાયવ્ય) અને ઉત્તર દિશામાં કોઈ પણ ધાતુ (મેટલ)માંથી બનેલું વિન્ડચાઇમ લટકાવવાથી ઘરના વાતાવરણને શાંત અને સૌહાર્દપૂર્ણ બનાવે છે. તે જ રીતે ઉત્તર-પૂર્વ (ઈશાન) તથા મધ્ય સ્થાનમાં માટી, ક્રિસ્ટલ અથવા સિરામિકમાંથી બનાવેલું વિન્ડચાઈમ લગાવવાથી પરિવારના સદસ્યોને દરેક બાબતે સફળતાનું મુખ જોવા મળે છે. ઘરના દક્ષિણ-પિૃમ (નૈઋત્ય) ખૂણામાં તમે લાકડાં, ધાતુ, માટી, ક્રિસ્ટલ કે સિરામિક એમ કોઈ પણ મટિરિયલમાંથી બનેલું વિન્ડચાઈમ લટકાવશો તો સંબંધો મધુર અને મજબૂત બનશે.

ક્યાં કેટલા છડવાળું વિન્ડ ચાઈમ લગાવવું?

વિન્ડચાઈમ લગાવવા માટે તે ક્યાં લગાવવું અને કેટલા છડવાળું લગાવવું તેનું ધ્યાન રાખવામાં આવે તો ખૂબ જ લાભ થાય છે. મુખ્ય દ્વાર, ડ્રોઇંગરૃમ, સ્ટડી રૃમ, ઓફિસ વગેરે જગ્યાએ લગાવવાથી લાભ થાય છે.

મુખ્ય દ્વાર             

જો પ્રવેશદ્વારની પાસે કોઈ વાસ્તુદોષ બનતો હોય તો તેના નિવારણ માટે ચાર છડ (રોડ)વાળું વિન્ડચાઈમ લગાવવું. તેને દરવાજાની પાસે લટકાવવું ઉત્તમ રહે છે જેથી આવનજાવન વખતે તેના હલવા પર તે મધુર ધ્વનિ ઉત્પન્ન કરી શકે. તેનાથી વાતાવરણમાં સકારાત્મક ઊર્જાના સ્તરમાં વૃદ્ધિ થાય છે.

સ્ટડી રૃમ

બીમારીઓથી બચવા માટે તથા સ્ટડી રૃમના કોઈ પ્રકારના દોષને દૂર કરવા માટે પાંચ છડવાળું વિન્ડચાઈમ લગાવવું જોઈએ. તેનાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. આ રીતે જો તમારા બાળકો બેજવાબદાર અને મનમરજી કરતા હોય તો તેમના રૃમમાં છ રોડવાળું વિન્ડચાઈમ લગાવવાથી લાભ થશે.

ડ્રોઈંગ રૃમ

અહીં છ રોડવાળું વિન્ડચાઈમ તે જગ્યા પર લગાવવું જ્યાંથી મહેમાનોનો પ્રવેશ થતો હોય. આગંતુકોના પ્રવેશ થવા પર જ્યારે વિન્ડચાઈમ સાથેના ટકરાવથી જે ધ્વનિ પેદા થશે તેનાથી આવનારા અતિથિનો વ્યવહાર તમારા અનુકૂળ થઈ જશે.

ઓફિસ

ઓફિસમાં આઠ છડવાળા વિન્ડચાઈમનો ઉપયોગ કરવાથી લાભ થાય છે. જો કામમાં બહુ મન ન લાગતું હોય અથવા અંતરાયો આવતા હોય તો આઠ છડવાળું વિન્ડચાઈમ તમારી આ સમસ્યાઓને દૂર કરવામાં મદદરૃપ સાબિત થઈ શકે છે.

સંબંધોને મજબૂત બનાવશે

પરિવારમાં પ્રેમ વધે તે માટે નવ છડવાળા વિન્ડચાઈમનો ઉપયોગ લાભકારક રહેશે. તેનાથી ઘરની ઊર્જાનો પ્રવાહ તો જળવાઈ રહેશે જ સાથે નિરાશા અને

ઉદાસીનતા પણ ધીરે-ધીરે સમાપ્ત થઈ જશે. પરિવારના સદસ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધશે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો