વિરાટનગરમાં સવા ઈંચ, પાલડી, દાણાપીઠ અને મક્તમપુરામાં એક-એક ઈંચ વરસાદ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • વિરાટનગરમાં સવા ઈંચ, પાલડી, દાણાપીઠ અને મક્તમપુરામાં એક-એક ઈંચ વરસાદ

વિરાટનગરમાં સવા ઈંચ, પાલડી, દાણાપીઠ અને મક્તમપુરામાં એક-એક ઈંચ વરસાદ

 | 2:00 am IST
  • Share

અમદાવાદમાં લાંબા સમયના ‘બ્રેક’ બાદ મેઘરાજા મહેરબાન થયા છે અને ભાદરવો ભરપૂર બની રહ્યો છે. સોમવારે વહેલી સવારે કાળા ડિબાંગ વાદળોના ગડગડાટ અને પવનના સૂસવાટા સાથે મેઘરાજાની ફરી પધરામણી થઈ હતી અને જોરદાર ઝાપટાં સાથે શહેરને ઘમરોળ્યું હતું. શહેરમાં સરેરાશ પોણો ઈંચ વરસાદ વરસવા સાથે અત્યાર સુધીમાં મોસમનો ૨૨.૦૩ ઈંચ (૫૫૯.૩૮  મિ.મિ.) વરસાદ નોંધાયો છે.  જોકે, હજુ શહેરમાં લગભગ ૮ ઈંચ વરસાદની ઘટ છે. રાત્રે ૯ વાગ્યા પછી નારોલથી નરોડાના પટ્ટામાં વીજળીની કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૃ થયો છે. ઈન્ડિયા કોલોની, બોપલ, વેજલપુર, ઘાટલોડિયા, સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૃ થયો છે. પાલડી, ટાગોર હોલ ખાતે ૨૭.૦૦ મિ.મિ., જોધપુરમાં ૨૧. મિ.મિ., બોપલમાં ૧૯.૫૦ મિ.મિ., દાણાપીઠ મ્યુનિ. કોર્પોરેશન ખાતે ૨૬.૫૦ મિ.મિ., મણિનગરમાં ૨૧.૦૦ મિ.મિ., વટવામાં ૨૦.૦૦  મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન