વિરાટ હિન્દુ સંમેલન અંતર્ગત તવરાથી નીકળી સાંજે જૂના તવરામાં રેલી પૂર્ણ થશે - Sandesh
  • Home
  • Baroda
  • વિરાટ હિન્દુ સંમેલન અંતર્ગત તવરાથી નીકળી સાંજે જૂના તવરામાં રેલી પૂર્ણ થશે

વિરાટ હિન્દુ સંમેલન અંતર્ગત તવરાથી નીકળી સાંજે જૂના તવરામાં રેલી પૂર્ણ થશે

 | 3:53 am IST

ભરૃચના પૂર્વપટ્ટીના ૧૪ ગામોમાં આજે બાઈક રેલી

। ભરૃચ ।

ભરૃચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર ૧૬ ડીસેમ્બરે યોજાનારા વિરાટ હિન્દુ સંમેલન અંતર્ગત રવિવારે ભરૃચ પૂર્વપટ્ટીના ૧૪ ગામોમાં વિશાળ બાઈક રેલી અને ધર્મસભાનું આયોજન કરાયુુ છે.

ભરૃચ શહેરમાં ૧૬ ડિસેમ્બરે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરાયુ છે જેના ભાગરૃપે રવિવારે પુર્વ ભરૃચના ગામડાઓમાં બપોરથી સાંજ સુધી બાઈક રેલી અને ધર્મસભા યોજાનાર છે. બપોરે ૨ કલાકથી ૬૦ થી વધુ બાઈક સાથે તવરા ગામેથી રેલી નીકળશે જે કડોદ, શુકલતીર્થ, મંગલેશ્વર, અંગારેશ્વર, ઝનોર, શાહપુરા, સામલોદ, ડભાલી, સિંધોત, કરમાલી, કરજણ, નવા શુકલતીર્થ થઈ સાંજે ૬ કલાકે જુના તવરા પહોંચી વિસર્જન થનાર છે. રેલી ઝાડેશ્વરના સંદિપસિંહ રાજેન્દ્ર પ્રસાદની આગેવાની હેઠળ નીકળશે રેલી સાથે જ આ ૧૪ ગામોમાં જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

;