વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ દયાશંકરની મુશ્કેલીઓ વધી, FIR દાખલ - Sandesh
  • Home
  • India
  • વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ દયાશંકરની મુશ્કેલીઓ વધી, FIR દાખલ

વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ દયાશંકરની મુશ્કેલીઓ વધી, FIR દાખલ

 | 10:13 pm IST

ગુજરાતના દલિત વિવાદબાદ બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીને વધુ એક રાજકીય મુદ્દો મળી ગયો છે. તેમણે આજે માંગ કરી હતી કે, ભાજપના નેતા દયાશંકરસિંહની તેમના વાંધાજનક સૂચનો બદલ તરત જ ધરપકડ થવી જોઇએ. દયાશંકર સિંહના સૂચન બાદ ભાજપની પ્રતિષ્ઠાને પણ ફટકો પડયો હતો. કેન્‍દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ પણ આ અંગે દુખ વ્‍યક્‍ત કર્યું હતું. આ પછી બસપા દ્વારા લખનૌ પોલીસને ફરિયાદ કરી છે. પોલીસે દયાશંકર સિંહ વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી છે.  માયાવતી અંગે આપવામાં આવેલા નિવેદનના પગલે આવતીકાલે બહુજન સમાજ પાર્ટી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરશે. તેમજ સંસદના બંને ગૃહમાં આ મુદ્દો ઉપાડી તેના પર ચર્ચાની માંગણી કરશે.

આ અંગે લખનઉ પોલીસે જણાવ્યું કે, દયાશંકર સિંહ વિરૂધ્ધ બસાપાના નેતા અને રાજ્યસભા સાંસદ માયાવતી તરફથી ફરિયાદ કરવામાં આવી છે. જેમાં SC/ST કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમના પર કલમ IPCની કલમ 153(એ) 504,509 અને 310 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના અંગે હાલમાં તમામ માહિતીઓ તપસ્યા પછી વધુ પગલાં ભરવામાં આવશે. તેમજ દયાશંકરના નિવેદનની CD પણ ચકાસવામાં આવશે.

હાલમાં ભાજપ ઉત્તર પ્રદેશ એકમના ઉપપ્રમુખ દયાશંકર સિંહે કહ્યું હતું કે, બસપા ટિકિટની ફાળવણીનો મામલો આવે છે ત્‍યારે માયાવતીનું આચરણ વેશ્યા કરતાં પણ વધારે ખરાબ હોય છે. જેના કારણે આજે રાજ્યસભામાં હોબાળો મચાવ્યો હતો. જો કે મોડેથી આ સૂચન કરવા બદલ દયાશંકરે માફી માંગી લીધી હતી પરંતુ માયાવતીએ તેમની માફીને ફગાવી દીધી હતી. પરિસ્‍થિતિને ધ્‍યાનમાં લઇને ભાજપે મોડેથી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી તેમને દૂર કરી દીધા હતા.

ઉત્તર પ્રદેશ ભાજપના પ્રમુખ કેશવ પ્રસાદ મોર્ય દ્વારા જણાવવામાં આવ્‍યું કે, દયાશંકર સિંહનું સૂચન સ્‍વીકાર્ય નથી તેમનું નિવેદન યોગ્ય નથી. પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી દયાશંકરસિંહને દૂર કરવામાં આવ્‍યા છે. દયાશંકર સિંહના સૂચનથી સંસદના બંને ગૃહોમાં  ભારે વિવાદ સર્જયો હતો. અન્ય પક્ષના નેતાઓએ તેમના નિવેદનની ઝાટકણી કાઢી હતી. રાજ્‍યસભામાં માયાવતીએ કહ્યું હતું કે, તેઓ ચાર વખત ઉત્તરપ્રદેશના મુખ્‍યમંત્રી બની ચુક્‍યા છે. લોકસભાના સભ્‍ય પણ છે પરંતુ ક્‍યારે પણ કોઇની સામે આવા શબ્‍દોનો ઉપયોગ કર્યો નથી. દયાશંકર માત્ર તેમનું અપમાન કરી રહ્યા નથી પરંતુ તેમની માતા, બહેનો અને દેશની મહિલાઓનું અપમાન કરી રહ્યા છે.

દયાશંકરની હકાલપટ્ટી કરવાની માંગણી કરવામાં આવી હતી. માયાવતીએ કહ્યું હતું કે, દેશે આના માટે ભાજપને માફ નહીં કરવાની તૈયારી કરી છે. ખાસ કરીને ગુજરાતમાં જે થઇ રહ્યું છે તે ખુબ જ વખોડવા લાયક બાબત છે. બસપાના નેતા એસપી મિશ્રાએ કહ્યું છે કે, દયાશંકરસિંહે અત્‍યાચાર કાયદા હેઠળ કાર્યવાહી કરવી જોઇએ. રાજ્‍યસભામાં અરુણ જેટલીએ કહ્યું હતું કે, આ નિવેદનથી તેમને અગતરીતે આઘાત લાગ્‍યો છે. દયાશંકર સામે પગલા લેવામાં આવી ચુક્‍યા છે. દયાશંકર સિંહ માફી માંગી ચુક્‍યા છે પરંતુ ભાજપે કઠોર કાર્યવાહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન