વિશેષ પંડાલો બનાવી આખરી ઓપ આપવાની કામગીરીઠેર ઠેર પંડાલો ઉભા કરવાની ચાલતી તડામાર તૈયારીઓ - Sandesh
  • Home
  • Baroda
  • વિશેષ પંડાલો બનાવી આખરી ઓપ આપવાની કામગીરીઠેર ઠેર પંડાલો ઉભા કરવાની ચાલતી તડામાર તૈયારીઓ

વિશેષ પંડાલો બનાવી આખરી ઓપ આપવાની કામગીરીઠેર ઠેર પંડાલો ઉભા કરવાની ચાલતી તડામાર તૈયારીઓ

 | 2:30 am IST

સેલંબામાં વિઘ્નહર્તાના આગમન માટે શ્રીજીના ભક્તોમાં ઉત્સાહ

। સેલંબા ।

જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે ગણેશ ચતુર્થીને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશોત્સવ ઉજવવા માટે ગણેશ મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેલંબા પંથકમાં ઠેર ઠેર ગણેશજીની સ્થાપના માટે વિશેષ પંડાલો બનાવી તેને આખરી ઓપ આપવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

જેમ જેમ ગણેશજીના આગમનના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ગણેશ મંડળોના યુવકોનો ઉત્સાહ બમણો થતો જોવા મળી રહ્યો છે. પંડાલો બનાવી તેમાં ડેકોરેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મંડળો દ્વારા વિશેષ પંડાલો બનાવવાની કામગીરી ચાલી રહી છે. શ્રીજી ભક્તોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેલંબાના બજારોમાં ગણેશજીની ર્મુિતઓ વેચાણ અર્થે મુકવામાં આવી છે. નાની ર્મુિતઓ પણ બજારમાં આવી ચુકી છે.

સેલંબા ખાતે ઘણીખરી જગ્યાએ જેમ કે જુના બસ સ્ટેન્ડ, કુંભાર ફળીયુ, મેઇન બજાર, નવાપાડા રોડ, આંબાવાડી ફળીયું જેવા વિવિધ વિસ્તારોમાં હાલ પંડાલો બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

;