વિશ્વમાં સૌપ્રથમ બે મિલિમીટર ટેમ્પર્ડ સૌર ગ્લાસનું ઉત્પાદન શરૃ - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • વિશ્વમાં સૌપ્રથમ બે મિલિમીટર ટેમ્પર્ડ સૌર ગ્લાસનું ઉત્પાદન શરૃ

વિશ્વમાં સૌપ્રથમ બે મિલિમીટર ટેમ્પર્ડ સૌર ગ્લાસનું ઉત્પાદન શરૃ

 | 2:45 am IST

ઝઘડિયાની બોરોસીલ કંપનીમાં નવતર પ્રયોગ હાથ ધરાયો વૈજ્ઞાાનિક સલાહકાર ડો. આર. ચિદમ્બરમ દ્વારા પ્લાન્ટનું ઉદ્દઘાટન

ઝઘડિયા, તા.૧૦

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આવેલી ગુજરાત બોરોસીલ કંપની વિવિધ કાચરની બનાવટ સાથે સૌર કાચનું પણ ઉત્પાદન કરી રહી છે. આજે ભારત સરકારના પ્રમુખ વૈજ્ઞાાનિક સલાહકાર પદ્મવિભૂષણ ડો.આર.ચિદમ્બરમ દ્વારા ઝઘડિયા ખાતેના ગુજરાત બોરોસિલ કંપનીમાં બે મિલિમીટર સૌર કાચના ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

ગુજરાત બોરોસીલ કંપનીએ વર્ષ ૨૦૧૪ માં કાચ બનાવવાની પ્રક્રિયામાં બનતા ઝેરી રસાયોણોને તેમની પ્રક્રિયામાંથી સફળતા પૂર્વક દુર વિશ્વના પ્રથમ અને એક માત્ર ટોક્સિન ફ્રી સૌર કાચ બનાવ્યા હતા. સોલર મોડયુલ્સની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાની ઝુંબશ સાથે તાજેતરમાં જ બોરોસીલ કંપની દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. બોરોસીલ કંપની દ્વારા વિજળીના ખર્ચમાં ધટાડો કરવા અને ગ્રાહકો માટે સૌર શક્તિની સધ્ધરતામાં વધારો કરવા માટે વિશ્વમાં સૌપ્રથમ બે મિલિમીટર સૌર ઉર્જાના કાચની બનાવટમાં સફળતા પ્રાપ્ત કરી છે.

ઝઘડિયાના ગોવાલી ખાતે આવેલા ગુજરાત બોરોસીલ કંપનીમાં આજે ભારત સરકારના પ્રમુખ વૈજ્ઞાાનિક સલાહકાર પદ્મવિભૂષણ ડો.આર.ચિદમ્બરમ દ્વારા ઝઘડિયા ખાતેના ગુજરાત બોરોસિલ કંપનીમાં બે મિલિમીટર સૌર કાચના ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. બે મિલિમીટરના ટેમ્પર્ડ ગ્લાસ ૩.૨ મિલિટીમટરના વર્તમાન વિશ્વ ધોરણ કરતા હળવા હોવા ઉપરાંત તેઓ ઓછી સૌર ઉર્જા શોષે છે અને સોલર સેલ સુધી પહોંચવા માટે ઉંચા અવિકિરણને મંજુરી આપે છે. જેને કારણે સૌર ઉર્જાનો વધુ અસરકારક વપરાશ કરવામાં પહેલાથી વધુ મદદ મળે છે. બન્ને સપાટી ઉપર હાઇ ટ્રાન્સમિશન સોલર કાચનો ઉપયોગ બાયફેસિયલ સોલરનો વપરાશ કરશે અને મોડયુલની કાર્યક્ષમતામાં ૩૦ ટકાનો વધારો કરશે.  આ કાર્યક્રમમાં આનંદકુમાર નવી અને રિન્યેબલ એનર્જી વિભાગના ભારત સરકારના સચિવ, ગુજરાત સરકારના મુખ્ય સચિવ ડો. જે.એન.સિંહ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સુજીત ગુલાટી, આઇઆરઇટીએના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર કે.એસ.પોપલી હાજર રહ્યા હતા.

;