વિશ્વવિજેતા ફૂટબોલર રોનાલ્ડો દુનિયાનો સૌથી ધનાઢય ખેલાડી કયા યોગબળે બની શક્યો? - Sandesh
  • Home
  • Columnist
  • વિશ્વવિજેતા ફૂટબોલર રોનાલ્ડો દુનિયાનો સૌથી ધનાઢય ખેલાડી કયા યોગબળે બની શક્યો?

વિશ્વવિજેતા ફૂટબોલર રોનાલ્ડો દુનિયાનો સૌથી ધનાઢય ખેલાડી કયા યોગબળે બની શક્યો?

 | 2:33 am IST

મહાનુભાવોનું ભવિષ્ય : મહેશ રાવલ


મૂળ પોર્ટુગીઝ એવા ફૂટબોલર રોનાલ્ડો આજે પોતાના ક્ષેત્રે વિશ્વવિજેતા ગણાય છે અને તે ધનાઢય ખેલાડી બની શક્યો છે તેની પાછળના ગ્રહોના જોગ-સંજોગ કેટલા મદદરૂપ થયા તે વિષે અત્રે વિચાર કર્યા પછી, આજે ક્રિકેટ ભારતની નસેનસમાં શ્વાસોશ્વાસમાં ફેલાયું છે પણ દુનિયાને અલગ રમતોમાં રસ પડે છે. જેમાં કૌશલ્ય વૃદ્ધિ અને સખત મહેનત, શક્તિ, ઊર્જા જોઈએ!  

આપણા પ્રયત્નો ભલે બોડી બિલ્ડર સ્નાયુબદ્ધ સલમાનખાન કે રીતિક રોશનને રોલમોડલ માને પણ પોતાના શરીરને મજબૂત શક્તિશાળી બનાવવાનો જરાય આમિરખાનેથી વ્યાયામશાળામાં કે યોગકરનારા કે રોજ લાંબુ દોડનારા કે સાઈકલીંગ કરનારા કેટલા દેખાશે? બહુ જ અલ્પ યુવાનો આ બધું નિયમિત કરે છે! રમતવીર બનવા માટે શ્રેષ્ઠ શક્તિ-એનર્જી ઉર્જા સાથેસાથ કુશળતા જોઈએ! આ માટે સખત વ્યાયામ-દંડબેઠક, દોડરનીંગ, સાઈકલીંગ, વેઈટલિફટીંગ વગેરે પ્રકારની કસરતો કરનારાજ શક્તિશાળી બને છે!

વિવિધ કલાસમાં પોતાના સંતાનોને મોકલતા કેટલા માબપા સંતાનોને વ્યાયામ-શાળા કે યોગ વાળામાં અલ્પ મોકલે છે. રોનાલ્ડો ગરીબાઈમાં મોટો થયો હતો તેની માતા રસોયણ અને પિતા માળી હતા! બહુ જ આર્થિક કષ્ટ વેઠયા હતા છતાં આજે ધનાઢય છે. એટેલ જે સામાન્ય ગરીબ-મધ્યમ વર્ગના યુવાનો કહે છે કે પૈસાદારને બધી સવલત હોય તે જ આગળ વધે તે માન્યતા ખોટી છે.  

રોનાલ્ડોનું જીવન આજેય ઘણું પ્રેરણાદાયી છે! ફૂટબોલરના ચિત્રવાળા ટીશર્ટ પહેરવા કરતા એવું સશક્ત શરીર ધારણ કરવું વધારે હિતાવહ બને છે. આ આવીવાત બાદ રોનાલ્ડના ગ્રહો વિશે જોઈએ!  

રોનાલ્ડોની કુંડળીમાં જન્મ સૂર્ય ૧લાસ્થાને બુધ ભાગ્યેશ સાથે અને ભાગ્યકારક તૃતિયાંશ ગુરુ સાથે છે! ગુરૂ ભાગ્યકારક ભાગ્યેશ બુધ સાથે હોવાથી પ્રબળ ભાગ્ય યોગ રચાવ્યો અને ભાગ્યવિના નર અધૂરો ગણાવ્યા. બળવાન ભાગ્યશાળી વ્યક્તિને સફળતાના શિખરો સર કરતા હોય છે ત્રીજું સ્થાન પરાક્રમનું છે. રમત ગમત સહિત મહત્ત્વની સિદ્ધિઓ માટે ત્રીજી સ્થાનમાં રહેલા ગ્રહો ભાગ ભજવે છે અને અહીં લાભેશ મંગળ-સુખેશ મંગળ જે લાભ સિદ્ધિ અપાવે છે. બીજા એ છે તે રમત સ્થાને છે વળી કર્મસ્થાન કારકિદીનો માલિક ગ્રહ શુક્ર પોતે ધન વૈભવી સુખ સાહેબી વિલાસનોકારક છે જે રમત સ્થાને ઉચ્ચી રાશિ મીજમાં છે તેથી કર્જ રજા દ્વારા શ્રેષ્ઠ ધનપ્રાપ્ત થયું અને કુબેરયોગ રચાયો ધનેશ શનિ લગ્નેશ શનિ લાભ સ્થાને શ્રેષ્ઠ લાભ-અવાક આપે છે ચંદ્ર ૭ મે કેદ્રમાં રાહુ છે જે પ્રબળ ગજકેસરી યોગ રચે છે અને વિશ્વમાં માન-ચાંદ સન્માન 

 એવોર્ડ સફળતા અપાવે છે. આ કુંડળીમાં શુક્ર પોતે રાજયોગકારક છે. વૈભવ ધન અને સુખ સમૃદ્ધી, ગાડી-બંગલાનો કારક સફળ. ૫મા ત્રિકોણ-૧૦મા કર્મ કેન્દ્ર સ્થાનનો સ્વામી ઉચ્ચસ્થ હોવાથી શ્રેષ્ઠ ધન વૈભવ પ્રાપ્ત થયા. આ સિવાય અન્ય સૂક્ષ્મયોગો થવા છે જે અત્રે સ્થળસંકોચના કારણે લખવાનું ટાળ્યું છે પરંતુ અભ્યાસીઓ જરૂર આ યોગો તારવી શકશે અને પોતાનો અનુભવ વધારી શકશે! ૪થો મેષનો રાહુ પણ ઘણો મહત્ત્વનો છે જે વ્યક્તિને વિજેતા અને સફળ બનાવે છે અને મંગળના ક્ષેત્રે આ સ્થાન મળે છે! સૂર્ય બુધની યુતિ બુધાદિત્યયોગ રચે છે જે પ્રસિદ્ધિ આપે છે! પ્રભાવ આપે છે! આ ઉપરાંત અનેક નાના મોટા યોગો રચાયેલા જોવા મળે તે માટે લગ્નેશ શનિની કુંડળી ચંદ્રકુંડળી અને કર્મેશની કુંડળી માંડીને વિચારી શકાય.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન