વીજળી ગ્રાહકોને આંચકો, આગામી પાંચ વર્ષ માટે પાંચ ટકાનો દરવધારો - Sandesh
  • Home
  • Mumbai
  • વીજળી ગ્રાહકોને આંચકો, આગામી પાંચ વર્ષ માટે પાંચ ટકાનો દરવધારો

વીજળી ગ્રાહકોને આંચકો, આગામી પાંચ વર્ષ માટે પાંચ ટકાનો દરવધારો

 | 3:17 am IST

મુંબઇ, તા. ૨૧  

વીજળી ખરીદીનો વધેલો ખર્ચ, વીજળીની વધતી માગ અને ખાનગી કંપનીઓ તરફથી પડકાર તેમ જ ૨૦ હજાર કરોડના બાકી લેણાં આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા રાજ્ય પર આગામી પાંચ વર્ષ માટે ૫૬ હજાર કરોડ રૂપિયાનો દરવધારો ઝીંકયા સિવાય કોઇ પર્યાય નથી, એમ ઊર્જામંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ આજે વિધાનસભામાંઔજણાવ્યું હતું. પાંચ ટકા દરવૃદ્ધિ આગામી પાંચ વર્ષ માટે છે એવી સ્પષ્ટતા પણ તેમણેઔકરી હતી.  

વિપક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ, સુનીલ પ્રભુ, સુનીલ શિંદે, વિજય વડેવટ્ટીવાર સહિતના વિધાનસભ્યોએ રજૂ કરેલી ધ્યાનાકર્ષક દરખાસ્તનો ઉત્તર આપતા બાવનકુળેએ આગામી પાંચ વર્ષ માટે કરાનારા વીજળીના દરમાં વધારાની માહિતી આપી હતી.

રાજ્યના વીજળી ગ્રાહકો પર ૧૯ ટકાનો દરવધારો લદાશે કે કેમ? એવી પૃચ્છા વિખે પાટીલે કરી હતી. વીજળીના દરમાં ૧૯ ટકા નહીં પાંચ ટકાનો કરાશે, એમ બાવનકુળેએ જણાવ્યું હતું.  

નવી મુંબઇના મ્યુનિસિપલ કમિશનર તુકારામ મુંડે વિરૂદ્ધ કાર્યવાહી કરો  

નવી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી)ના કમિશનર તુકારામ મુંડે વિરૂદ્ધ વિધાનસભામાં તમામ પક્ષના વિધાનસભ્યોએ મોરચો ખોલ્યો હતો. જનતાની સમસ્યા રજૂ કરવા કમિશનર મુંડે પાસે ગયા ત્યારે તેમણે યોગ્ય વર્તન ન કર્યું હોવાનો આક્ષેપ ભાજપના વિધાનસભ્ય મંદા મ્હાત્રે કર્યો હતો. ત્યારે સત્તાધારી અને વિપક્ષના અનેક આમદારોએ પોતાને પણ તુકારામ મુંડે સાથે આવો જ અનુભવ થયો હોવાની વાત કરતા તુકરામ મુંડે વિરૂદ્ધ કાર્યવાહીની માગણી કરી હતી.  

રેઈનકોટ ખરીદીની અન્ય વિભાગ દ્વારા તપાસ કરાશે  

રાજ્યની આશ્રમ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે રેનકોટ ખરીદવામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ આદિવાસી વિકાસ વિભાગ દ્વારા થઇ રહી છે. અહેવાલ આવ્યા પછી દોષી વિરૂદ્ધ કાર્યવાહી કરાશે એવું આશ્વાસન આદિવાસી વિકાસમંત્રી વિષ્ણુ સાવરાએ વિધાનસભામાં આપ્યું હતું. આ કૌભાંડ માત્ર રેનકોટ પૂરતું મર્યાદિત નથી. બીજી વસ્તુઓની ખરીદીમાં પણ ગોટાળો થયો છે. આથી ખરીદીની પ્રક્રિયાની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા તપાસ કરાવો એવી માગણી વિરોધ પક્ષે કરી હતી. સાવરાએ વિરોધીઓના સમાધાન માટે ઉદ્યોગ અથવા અન્ય વિભાગ દ્વારા મારફત તપાસ કરાશે એમ જણાવ્યું હતું. જૂન મહિનામાં આદિવાસી વિકાસ વિભાગ દ્વારા રાજ્યની ૫૪૪ આશ્રમ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે રેનકોટ ખરીદવા ઇ-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હતી, પરંતુ એકાએક પ્રક્રિયા રદ કરતાં સ્કૂલો શરૂ થવા છતાં વિદ્યાર્થીઓને રેનકોટ મળ્યા નથી એવો આક્ષેપ રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય હસન મુશ્રીફે કર્યો હતો.  

પુણે-સોલાપુર નેશનલ હાઇવેના ખરાબઔકામની તપાસ  

પુણે સોલાપુર નેશનલ હાઇવેના ખરાબ કામની તપાસ કરી સંબંધિત કોન્ટ્રેકટ વિરૂદ્ધ કાર્યવાહી કરવા કેન્દ્રીય રોડ બાંધકામ વિભાગને જરૂરી પુરાવા મોકલાશે એવું આશ્વાસન સાર્વજનિક બાંધકામ મંત્રી ચંદ્રકાંત પાટીલે વિધાનસભાને આપ્યું હતું. હાઇવેના કામમાં ત્રૂટિઓ, સુધારો અને વધારાના કામ અંગે ચર્ચા કરવા સંબંધિત લોક પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીશું એવું આશ્વાસન પણ તેમણે આપ્યું હતું.  

મૂળ યોજના પ્રમાણે હાઇવેના સર્વ કામ પૂરા કરાયા છે. એ કામમાં સ્થાનિક લોકપ્રતિનિધિઓને કોઇ ખામી મળી આવી છે. આથી તેમણે કેટલાક કામ નવેસરથી કરવા અને સુધારાનું પણ સૂચન કર્યુ છે, એમ પાટીલે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અજિત પવારે પૂછેલા તારાંકિત પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું.