વીજ ચોરીના ગુનામાં શખસને તકસીરવાન ઠેરાવતી કોર્ટ - Sandesh
  • Home
  • Bhavnagar
  • વીજ ચોરીના ગુનામાં શખસને તકસીરવાન ઠેરાવતી કોર્ટ

વીજ ચોરીના ગુનામાં શખસને તકસીરવાન ઠેરાવતી કોર્ટ

 | 4:12 am IST

ા ભાવનગર ા

ભાવનગર જિલ્લા વલભીપુર તાલુકાના કલ્યાણપુર ગામનાં શખ્સ સામે રૃા.૨,૪૬,૬૨૪ની વીજચોરી અંગેનો કેસ નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રીન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા, અદાલતે જિલ્લા સરકારી વકીલ દલીલો વિગેરે ધ્યાને રાખી આરોપીને કસુરવાર ઠરાવેલ. ત્યારબાદ બપોર બાદ ઉક્ત શખ્સના સગા-સંબંધીઓએ વીજ કંપનીની બાકી નીકળતી રકમ ભરપાઈ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૧૧-૧૧-૨૦ના રોજ આ કામનાં ફરિયાદી વિજ કંપની દ્વારા વલભીપુર તાલુકાના કલ્યાણપુર ગામે પંકજભાઈ રામજીભાઈ ચાવડા (રહે. કલ્યાણપુર, તા.જી. ભાવનગર)ને ત્યાં વીજ-ચેકિંગ હાથ ધરવામાં આવેલ, તે વેળાએ વીજ કંપનીના ગ્રાહક ન હોવા છતા બીન-અધીકૃત રીતે વીજ-જોડાણ કરી, પંકજભાઈએ રૃા.૨,૪૬,૬૨૪ની વીજચોરી કરી હોવાનું માલુમ પડતા, જે-તે સમયે પોલીસ સ્ટેશનમાં ઉક્ત શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘી ઈન્ડીયન ઈલેક્ટ્રીસીટી એક્ટ-૨૦૦૩ની કલમ-૧૩૫ મુજબનો ગુન્હો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરનાં પ્રીન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો, ચાર મૌખીક પુરાવા તથા દસ્તાવેજી પુરાવા ૧૦ ધ્યાને રાખી અદાલતે પંકજભાઈ ચાવડાને ઘી ઈન્ડીયન ઈલેક્ટ્રીસીટી એક્ટ-૨૦૦૩ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાપાત્ર ગુન્હામાં તકસીરવાન ઠરાવવામાં આવેલ છે. વધુમાં જાણવા મળ્યા મુજબ બપોર બાદ ઉક્ત શખ્સના સગા-સંબંધીઓએ ઉક્ત રકમ ફરીયાદીની વીજ કંપનીમાં સંપુર્ણ રકમ ભરપાઈ કરી આપ્યાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;