વીમો લેતાં પહેલાં જ યોગ્ય રીતે સરવે કરવો જોઈએ, પછી નહીં - Sandesh
  • Home
  • Baroda
  • વીમો લેતાં પહેલાં જ યોગ્ય રીતે સરવે કરવો જોઈએ, પછી નહીં

વીમો લેતાં પહેલાં જ યોગ્ય રીતે સરવે કરવો જોઈએ, પછી નહીં

 | 3:52 am IST

વીમાધારકોને શિક્ષિત કરવા અર્થે શહેરમાં કાર્યક્રમ યોજાયો

પૂર અને ભૂકંપને લગતાં વીમાના પ્રીમિયમના દરોમાં ૧૫મી ડિસેમ્બરથી વધારો

ા વડોદરા ા

વિમાગ્રાહકે વિમો લેતા પહેલાં જ તેના તમામ પાસાનો જરૃરી સરવે કરી તેનો અભ્યાસ કરી લેવો જોઈએ. પાછળથી નહીં. ગ્રાહકે સારો વિમો લેવાની બાબતને પ્રાધાન્ય આપવું જોઈએ, ઓછા પ્રિમિયમ વાળા ઔનહી.

વિમાધારકો ઓછું પ્રિમિયમ ભરી વધુમા વધુ લાભ લેવાની માનસિકતા ધરાવે છે. પરંતુ આમ કરવા જતાં ટૂંકો લાભ લેવાની મનોવૃત્તિને કારણે વિમાગ્રાહકને ક્લેઈમ મેળવતી વેળાં લાંબા ગાળે મૂશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિમાગ્રાહકોને પ્રશિક્ષિત કરવા માટે શહેરમાં આયોજીત એક દિવસીય સેમિનાર દરમમિયાન તજજ્ઞાોએ આ મત વ્યક્ત કર્યો હતો. વિમાનું પ્રિમિયમ જો ૧૫ હજાર રૃપિયા થતુ હોય તો વિમાગ્રાહક તે ૧૩ હજાર કેવી રીતે થાય તેનો વિચાર કરે છે. જે યોગ્ય નથી તેવો સૂર તજજ્ઞાોએ વહેતો કર્યો હતો.

તાજેતરમાં કેરાલા ખાતે આવેલાં વિનાશક પૂરને કારણે મોટી સંખ્યામાં ક્લેઈમ્સને કારણે વિમા કંપનીઓને ભારે નૂકશાન વેઠવું પડયું હતુ. વિમા કંપનીઓને ખોટમાં ધંધો કરવો પડે તેવી નોબત સર્જાઈ હતી. આ સ્થિતિ નિવારવા માટે વિમા ક્ષેત્રેે કાર્યરત દેશભરની વિમા કંપનીઓ આગામી ૧૫મી ડીસેમ્બરથી ભૂકંપ અને પૂરને લગતાં વીમાના પ્રિમિયમના દરોમાં વધારો કરી રહી છે. આ વધારા સંદર્ભે વિમાધારક ગ્રાહકોને માહિતગાર કરવા તેમજ તેમને વિમો લેતાં પૂર્વે ધ્યાનમાં રાખવાની બાબતો સંદર્ભે જાણકારી આપવા યુનિસનના ઉપક્રમે શહેરમાં એક દિવસીય સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતુ.

સેમિનારમાં ઓરીએન્ટલ ઈન્સ્યુરન્સના નવનીત ડોડા, હ્યુબેક કલરના ઝ્રસ્ડ્ઢ રવિ કપૂર, એસ્સારના કોર્પોરેટ રીસ્ક એન્ડ ઈન્સ્યુરન્સ ડીવીઝનના ગ્લોબલ હેડ એન્ડ પ્રેસિડેન્ટ દીનયાર જીવીશા તેમજ યુનિસન ઈન્સ્યુરન્સ બ્રોકીંગ સર્વીસીસના ડાયરેક્ટર અમિતેશ સિંહા સહીત અન્યએ ઉપસ્થિત રહી વડોદરા અને અમદાવાદના અંદાજે બસ્સો ઉપરાંત કંપનીઓના ડેલીગેટ્સને માહીતગાર કર્યા હતા.

;