વુડા કૌભાંડ -૦૨ ભાયલીની TP-૧ FP-૧૦૯ પછી TP-૨ FP૧૦૫ વાળી જમીનની હરાજીમાં પણ ગફલો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • વુડા કૌભાંડ -૦૨ ભાયલીની TP-૧ FP-૧૦૯ પછી TP-૨ FP૧૦૫ વાળી જમીનની હરાજીમાં પણ ગફલો

વુડા કૌભાંડ -૦૨ ભાયલીની TP-૧ FP-૧૦૯ પછી TP-૨ FP૧૦૫ વાળી જમીનની હરાજીમાં પણ ગફલો

 | 3:04 am IST

નીલા એસો.ના બિલ્ડર ભરત પરીખના પુત્ર કશ્યપ પરીખની ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસને પણ વુડાએ મદદ કરી

તારૂ મારુ સહિયારૂ ઃ હરાજીના દિવસે જભાગ લેનારા ભાગીદારબની ગયા ઃ ૭૧૨૪ ચોરસ મીટર જમીન ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસે ખરીદી અને વેચાણ દસ્તાવેજ એઈમ ઓક્ટેન ઈન્ફ્રાસ્પેસના નામે 

ા વડોદરા ા  

ભાયલી ખાતે આવેલી કરોડો રૂપિયાની વુડાની જમીનની હરાજીમાં વધુ એક ધૂપ્પલ સપાટી પર આવ્યુ છે. ભાયલી ટીપી૧ના ફાઈનલ પ્લોટ નં.૧૦૯વાળી જમીન પછી હવે ભાયલી ટીપી૨ની ફાઈનલ પ્લોટ નં.૧૦૫વાળી ૭૧૨૪ ચોરસ મીટરની વાણિજ્ય હેતુની જમીન જેણે હરાજીમાં ભાગ જ લીધો નથી તેવી ત્રાહિત્ ભાગીદારી પેઢીના નામે કરી દેવાઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, જે દિવસે ટેન્ડર કમ હરાજીના ભાવ ખૂલ્યા તે જ દિવસે હરાજીમાં ભાગ લેનારાઓએ પાર્ટનરશીપ ડીડ કરી નાખી હતી. જેથી હરાજીમાં તે પાર્ટનરો પૈકી કોઈ પણ જમીન ખરીદે પણ ઘી ઢળે તો ઢામમાં તે રીતની સ્ટ્રેટેજી ગોેઠવાઈ હતી

ભાયલીની ટીપી૧ ફાઈનલ પ્લોટ નં.૧૦૯વાળી ૯૪૨૦ ચોરસ મીટર જમીન નીલા એસોસીયેટ્સે હરાજીમાં ખરીદી હતી. જે જમીન ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસના નામે વેચાણ દસ્તાવેજ કરી દેવાયુ ધુપ્પલ બહાર આવ્યુ હતુ. ત્યાર બાદ હવે નીલા એસોસીયેટ્સના બિલ્ડર ભરત પરીખના પૂત્ર કશ્યપ પરીખની ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસનુ પણ આ જ રીતના લોચાલબાચા બહાર આવ્યા છે.  

વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ (વુડા)એ ભાયલી ટીપી સ્કીમ નં.૨ના ફાઈનલ પ્લોટ નં.૧૦૫વાળી ૭૧૨૪ ચોરસ મીટર જમીનની હરાજી કમ ટેન્ડરથી વેચાણ કરવાનુ ઠરાવ્યુ હતુ. જે માટે ૯મી મે૨૦૧૭ના રોજ હરાજી માટે ટેન્ડર મંગાવાયા હતા. જેમાં ઉપરોક્ત ભાયલી ટીપી૨ ફાઈનલ પ્લોટ નં.૧૦૫વાળી જમીન કાબિલ બિલકોમો રૂ. ૪૧૫૦૦ પ્રતિ ચોરસ મીટરનો ભાવ ભર્યો હતો. જ્યારે આનંદ શાહે પ્રતિ ચો.મી.નો ભાવ રૂ.૪૧૮૦૦, ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસ તરફથી રૂ.૪૨ હજારનો સૌથી ઉંચી બોલી લગાવી હતી.  

તા.૧૧મી મે૨૦૧૭ના રોજ હરાજી હતી અને ચોંકાવનારી વાત એ છે કે, તે હરાજીના દિવસે જ પાર્ટનરશીપ ડીડ થઈ હતી. જેમાં આનંદ શાહ, રૂચિર શાસ્ત્રી અને કશ્યપ પરીખ પાર્ટનર બની ગયા હતા. એટલે કે આનંદ શાહ, રૂચિર શાસ્ત્રી કે કશ્યપ પરીખ પરીખ પૈકી કોઈ પણ તે જમીન ખરીદે ઘી ઢામમાં જ ઢળે તે રીતની પેરવી કરી નાખી હતી અને તેમાં સફળતા પણ મળી હતી. સૌથી ઉંચી બોલી બોલનાર કશ્યપ પરીખે તે જમીન ખરીદી હતી. એ પછી ભાયલી ટીપી૧ના ફાઈનલ પ્લોટ નં.૧૦૯વાળી જમીનમાં જે રીતે કશ્યપ પરીખના પિતા ભરત પરીખે નીલા એસોસીયેટ્સ એ હરાજીમાં ખરીદેલી જમીન કશ્યપ પરીખની ભાગીદારીની કંપની ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસના નામે વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. તે જ રીતે, કશ્યપ પરીખની ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસ દ્વારા પણ હરાજીમાં ખરીદેલી ભાયલી ટીપી૨ ફાઈનલ પ્લોટ નં. ૧૦૫વાળી જમીન એઈમ ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસના નામે તબદીલ કરી આપવા તા.૧૧મી મે૨૦૧૭ના રોજ એટલે કે હરાજીના દિવસે જ મુખ્ય કારોબારી અધિકારીને પત્ર લખ્યો હતો.  

ચોંકાવનારી વાત તો એ છે કે, વુડાની બોર્ડ બેઠકમાં આ બાબતે નિર્ણય લીધા વિના જ બારોબાર ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસ દ્વારા ખરીદાયેલી કરોડો રૂપિયાની જમીન એઈમ ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસના નામે વેચાણ દસ્તાવેજ કરી દેવાયો હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળે છે.  

વડોદરાના બિલ્ડરોને રૂ. ૩૦૦ કરોડ ધીરનાર આનંદ શાહ કોણ છે ?

 ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસના કશ્યપ પરીખના ભાગીદાર આનંદ શાહ મૂળ ભરૂચના ફાયનાન્સર હોવાનુ જાણવા મળે છે. જેઓ વડોદરામાં રીયલ એસ્ટેટ સેક્ટરમાં કરોડો રૂપિયાનુ રોકાણ કરે છે. જેઓ કશ્યપ પરીખ સાથે એઈમ ઈન્ફ્રા સ્પેસમાં ભાગીદાર છે. જેમને વડોદરાના બિલ્ડરોનેરૂ. ૩૦૦ કરોડ સુધીનુ રોકાણ હોવાનુ જાણવા મળે છે.એટલુ જ નહીં, વડોદરાના એક નેતાએ આ પ્રકરણમાં બિલ્ડરને પાછલા બારણે મદદ કરી હોવાનુ પણ જાણવા મળે છે.

શહેર ભાજપના જ એક નેતાની પાદુકા પુજી ભરત પરીખે વુડાની જમીનો કબજે કરી

૨૦૧૭ માં ભાયલીની બે જમીનની હરાજીમાં ગફલા બહાર આવ્યા છે. સૂત્રોએ કહ્યુ હતુ કે, તે સમયે વુડાના ચેરમેન એન.વી. પટેલ હતા જ્યારે સીઈઓ તરીકે એસ.કે. મીણા હતા. જ્યારે હરાજીમાં ભાગ લેનાર સિવાયની ત્રાહિત્ના નામે દસ્તાવેજ કરી દેવાયો હતો તે સમયે વુડાના સીઈઓ પંકજ ઓંધિયા હતાં.ભરત પરીખે પોતાના નજીકના એક શહેર ભાજપના નેતાની મદદથી આ ખેલ પાડયો હતો 

વુડાના ચેરમેન શાલિની અગ્રવાલ તટસ્થ તપાસ કરાવશે ?  

વડોદરાના મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલ વુડાના ચેરમેન તરીકેની પણ જવાબદારી સંભાળે છે. આઈએએસ શાલિની અગ્રવાલ વહિવટમાં તમામ પ્રકારના પાસાઓ ચકાસીને કામ કરે છે ત્યારે વુડામાં જે રીતે ભૂતકાળમાં જમીનની હરાજીની ગોલમાલ કરાયો હતો તેમાં શું તેઓ ઉંડાણપૂર્વકની તપાસ કરાવશે ? તેવા સવાલો ઉઠયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;