વૃધ્ધ રિક્ષા ચાલકની પિટાઈ કરનાર સિટી બસના ડ્રાઈવર-કંડક્ટર ડિસમીસ - Sandesh
  • Home
  • Newspaper
  • વૃધ્ધ રિક્ષા ચાલકની પિટાઈ કરનાર સિટી બસના ડ્રાઈવર-કંડક્ટર ડિસમીસ

વૃધ્ધ રિક્ષા ચાલકની પિટાઈ કરનાર સિટી બસના ડ્રાઈવર-કંડક્ટર ડિસમીસ

 | 5:17 am IST
  • Share

  • રાજકોટમાં મહિલા કોલેજ અન્ડર બ્રીજ પાસે ભાન ભૂલી મારામારી કરી
  • પેસેન્જર બસમાં ચડી જતા રિક્ષાચાલકે માથાકૂટ શરૂ કરતા મામલો બિચક્યો

। રાજકોટ । સિટી બસના ચાલક અને કંડકટર દ્વારા દાદાગીરી આચરાતી હોવાની તેમજ ફુલ સ્પીડે બસ દોડાવી રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ ઉભો કરવામાં આવતો હોવાની ફરિયાદો વારંવાર ઉઠી છે ત્યારે આજે સિટીબસના ચાલક અને કંડકટરે રિક્ષાચાલક વૃદ્ધને પકડી ફડાકા મારી દેતા બંનેને ડિસમીસ કરી દેવાયા છે અને તેમની એજન્સીને પણ પેનલ્ટી કરવા તજવીજ હાથ ધરાઈ છે.
ગઈ કાલે કાલાવાડ રોડ ઉપર અંડરબ્રીજ નજીક સિટી બસ રૂટ નં.૨૩ ખોડલ ચોકથી પ્રધ્યુમન પાર્ક જતી આવીને સ્ટેન્ડ પાસે ઉભી રહેતા ત્યાં આવેલી રિક્ષામાં બેઠેલા કેટલાક મુસાફરો રિક્ષામાંથી તેમાંથી ઉતરીને બસમાં બેસી જતા ચાલક ઉશ્કેરાયો હતો અને સિટી બસના ચાલક અને કંડકટર સાથે તેણે માથાકુટ શરૂ કરી હતી. માથાકુટ દરમિયાન રિક્ષાચાલકે ગાળો ભાંડતા ઉશ્કેરાયેલા કંડકટર અને ડ્રાઈવરે ચાલકને પકડી ફડાકા મારી દીધા હતા. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો જેના આધારે મનપા કમિશનર અમિત અરોરા પાસે વિગતો પહોંચતા તેમણે રાજપથ કંપનીના વ્યવસ્થાપક જયેશ કુકડીયાને કાર્યવાહીના આદેશ આપતા જયેશ કુકડીયાએ જાહેર ક્ષેત્રની વ્યક્તિ દ્વારા માથાકુટ અને મારામારી થયાના રિપોર્ટને આધારે ડ્રાઈવર હરદેવસિંહ જાડેજાને રૂ.૧૮૯૨નો દંડ તેમજ કંડકટર વિમલ કાવથીયાને રૂ.૧૦૦૦નો દંડ ફટકારી બંનેને નોકરીમાંથી ડિસમીસ કર્યા હતા. ડ્રાઈવર, કંડકટર પુરા પાડનાર એજન્સી સામે પણ કાર્યવાહી કરવામાં આવનાર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો