વેકિસન અંગે આદિવાસી ભાષામાં ગીતો, નાટકો,?? સંવાદથી જનજાગૃતિ કાર્યક્રમનો અભિયાનનો થયેલો પ્રારંભ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • વેકિસન અંગે આદિવાસી ભાષામાં ગીતો, નાટકો,?? સંવાદથી જનજાગૃતિ કાર્યક્રમનો અભિયાનનો થયેલો પ્રારંભ

વેકિસન અંગે આદિવાસી ભાષામાં ગીતો, નાટકો,?? સંવાદથી જનજાગૃતિ કાર્યક્રમનો અભિયાનનો થયેલો પ્રારંભ

 | 3:07 am IST

દેડિયાપાડાની સિવિલ હૉસ્પિટલ ખાતેથી અભિયાન શરૂ

। દેડિયાપાડા ।

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ મહામારી કહેર ચાલું છે. અને લાખ્ખો લોકો મોતને ભેટયા છે. અને કોરોના કોવિડ ૧૯ ની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે.

ત્યારે લોકોમાં કોરોના વાયરસ વેકિસન અંગે જન જાગૃતિ આવે તે હેતુથી આજે તા. ૧૪/૧૦/૨૦૨૧ ને ગુરૂવારે દેડિયાપાડા ખાતે સરકારી સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં ડો. વિવેક દ્વારા આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.દેડિયાપાડા તાલુકામાં વેકિસન અંગે જન જાગૃતિ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આગાખાન ગ્રામ સમર્થન કાર્યકમ ભારત દ્વારા દેડિયાપાડા તાલુકામાં વેકિસનેશન જાગૃતિ ગામે ગામ અનશીલમામા આદિવાસી સાંસ્કૃતિક સોગાડિયા કલા મંડળ કેવડીપાડા મહારાષ્ટ્ર દ્વારા આદિવાસી બોલીમાં વેકિસન જાગૃતિ અંગેના નાટકો,ગીતો, અને સંવાદથી અભિયાન ચલાવી રહ્યા છે. લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આગાખાન સંસ્થા દ્વારા આવા જન જાગૃતિ અંગેના કાર્યક્રમો થઇ રહ્યો છે.તેમા આગાખાનનો સમગ્ર સ્ટાફ્ અને મહીલા મંચ પણ આ કાર્યક્રમમાં જોડાયો હતો.આ કાર્યક્રમ દેડિયાપાડા તાલુકાના ૮૯ ગામડાંમાં અને સાગબારા તાલુકાના ૯૮ ગામોમાં આ કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે. આદિવાસી પુરૂષ સ્ત્ર્રીનો વેશ ધારણ કરીને જ્યારે નૃત્ય કરે છે. ત્યારે આકષૅણ નું કેન્દ્ર બની જાય છે. આ લોકોને સોગડિયા પાટી તરીકે ઓળખવામાં આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;