વેગા ખાતે એક્ટિવા સવારની કોલેજ બેગમાંથી દારૃ ઝડપાયો - Sandesh
  • Home
  • Baroda
  • વેગા ખાતે એક્ટિવા સવારની કોલેજ બેગમાંથી દારૃ ઝડપાયો

વેગા ખાતે એક્ટિવા સવારની કોલેજ બેગમાંથી દારૃ ઝડપાયો

 | 3:18 am IST

પોલીસે કુલ ૩૪૬૨૦ નો મુદમાલ જપ્ત કર્યો

બેગમાંથી દારૃની ૧૨ બોટલો મળી

ા ડભોઇ ા

બોડેલી તરફથી એક યુવક દારૃની ખેપ મારી રહ્યો હોવાની ડભોઇ પીઆઇને બાતમી મળી હતી. જે અનુસંધાને વેગા ત્રણ રસ્તા પાસે પોલીસ જવાનો એ નાકાબંધી કરી બાતમી આધારે આવેલી એક્ટિવાને  ઉભી રાખતા એક્ટિવાના આગળના ભાગે મુકેલા થેલામાંથી ૧૨ નંગ દારૃની બોટલો મળી આવી હતી જેથી કિંમત રૃ. ૪૬૨૦ અને એક્ટિવા રૃ. ૩૦૦૦૦ ની કબજે કરી કાનુની કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઈ પોલીસે બાતમી આધારે વેગા ત્રણ રસ્તાએ નાકાબંધી કરી હતી જે અંતર્ગત એક્ટિવા નંબર જી. જે. ૩૪ સી. ૫૭૯૬ બોડેલી તરફથી આવતા તેને અટકાવી ચેકિંગ હાથ ધરતા આગળના પગ પાસે મુકેલી કોલેજ બેગ માંથી રૃ. ૪૬૨૦ ના વિલાયતી દારૃની ૧૨ નંગ બોટલો મળી આવી હતી.

જે આધારે તે યુવક બિજય અનીલભાઇ હલદર રહે સાધલી, તા. પાવીજેતપુર, જી. છોટાઉદેપુર નાઓની ધરપકડ કરી એક્ટિવા રૃ. ૩૦૦૦૦ અને દારૃ રૃ. ૪૬૨૦ મળી કુલ રૃ. ૩૪૬૨૦ મુદ્દામાલ કબજે કરી કાનુની કાર્યવાહી હાથ ધરી છે.

;