વેપારીઓ, સીએ સહિત ટેક્સ કન્સલ્ટન્ટોને રાહત - Sandesh
  • Home
  • Baroda
  • વેપારીઓ, સીએ સહિત ટેક્સ કન્સલ્ટન્ટોને રાહત

વેપારીઓ, સીએ સહિત ટેક્સ કન્સલ્ટન્ટોને રાહત

 | 3:47 am IST

ય્જી્ રિટર્નની મુદત લંબાવાતાં ૈં્ના કેસો પર ધ્યાન કેન્દ્રિત થશે

ય્જી્ રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડતી હતી

ા વડોદરા ા

સીબીઆઇસીએ જીએસટીના ર્વાિષક રિટર્ન ફાઇલ કરવાની મુદત ત્રણ મહિના લંબાવી છે. જેના પગલે હવે વેપાર – ઉદ્યોગને રાહત થઇ છે. બીજી તરફ સીએ સહિત ટેક્સ કન્સલન્ટન્ટો હવે ઇન્કમટેક્સના કેસોમાં ડિસેમ્બરના અંત સુધીમાં રજૂઆત કરવાની હોય છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

ઇન્કમટેક્સ વિભાગમાં અધિકારીઓ હાલમાં તેમની પાસેના કેસોનો નિકાલ ૩૧મી ડિસેમ્બર સુધીમાં કરવા માટે વ્યસ્ત છે. બીજી તરફ સીએ તથા કન્સલન્ટન્ટ્સ પણ તેમના ક્લાયન્ટ્સના ઇન્કમટેક્સના કેસોના સબમીશન માટે વ્યસ્ત રહે છે ત્યારે તેમને પણ જીએસટી રિટર્ન ફાઇલ કરવાના મુદ્દે રાહત થઇ છે.

ઉલ્લેખનીય છેકે, જીએસટી રિટર્ન ફાઇલિંગ કરવામાં મુશ્કેલીઓ પડી રહી હોવાની વ્યાપક રજૂઆતો કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ તથા વેપારી સંગઠનોએ કરી હતી. જીએસટીઆર-૯, જીએસટીઆર-૯એ તથા ફોર્મ જીએસટીઆર-૯ સીને ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં અનેક મુશ્કેલીઓ પડતી હોવાની ફરિયાદ વેપારીવર્ગે ઉઠાવી હતી.

જીએસટી વેબસાઈટ પર ર્વાિષક જીએસટી દાખલ કરવા માટેનું કોઈ ફોર્મેટ ઉપલબ્ધ નથી, જેને કારણે વેપારીઓને અગવડ પડી રહી છે. આવા સંજોગોમાં વેપારીઓ માટે નિયત સમયમર્યાદામાં રિટર્ન ફાઇલ કરવું શક્ય નથી, તેથી રિટર્ન ફાઇલિંગનો સમય વધારાયો છે.

વેટની માફક જીએસટીના કાયદા હેઠળ ઓડિટ માન્ય રાખો ા વેટના કાયદાની માફક જીએસટીના કાયદા હેઠળ ઓડિટ માન્ય રાખવા સીજીસીટીસી દ્વારા માગણી કરવામાં આવી છે. સીજીસીટીસીના મિડિયા કન્વીનર મુકેશ શર્માએ જણાવ્યું છેકે, ગત નાણાંકીય વર્ષમાં ૧લી એપ્રિલથી ૩૦મી જૂન સુધીમાં જે વેપારીઓને વેટ ઓડિટ કરાવવું ફરજિયાત છે તેમની માફક જીએસટીના કાયદામાં પણ ઓડિટ માન્ય રાખવામાં આવે.

;