વેપારીના ઘરેણાં ભરેલી થેલીની દિલધડક લૂંટ : હાહાકાર - Sandesh
  • Home
  • Bhavnagar
  • વેપારીના ઘરેણાં ભરેલી થેલીની દિલધડક લૂંટ : હાહાકાર

વેપારીના ઘરેણાં ભરેલી થેલીની દિલધડક લૂંટ : હાહાકાર

 | 2:12 am IST

ા પાલિતાણા ા

પાલિતાણા શહેરના મેઈનબજારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બ્રાન્ચના લોકરમાંથી છ લાખના સોનાના દાગીના લઈ થેલીમાં મૂકી દવાના વેપારી બેન્ક કર્મચારી સાથેની વાતચીત કરવા દરમિયાન આંગળીના ઈલમીએ ટેબલ પરથી ઘરેણાં ભરેલી થેલીની લૂંટ-તફડાવી પલાયન થઈ ગયાની ફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસમથકમાં નોંધાઈ છે.

પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી મુજબ પાલિતાણા શહેરમાં બસ સ્ટેશન પાસે મે.ઓ.કે.મેડિકલ સ્ટોર ધરાવતાં વેપારી હરેશભાઈ પ્રવીણચંદ્ર કચ્છી (રહે.સર્વોદય સોસાયટી, પાલિતાણા) આજે શુક્રવારે સવારે અહીંના મુખ્યબજારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બ્રાન્ચમાં આવી લોકરમાંથી આશરે છ લાખના સોનાના ઘરેણાં લઈ થેલીમાં મુકી બેન્કના લોન વિભાગના કર્મચારી મયુરભાઈ સાથે કોઈ કામ બાબતે વાતચીત કરતાં હતા. દરમિયાનમાં ટેબલ પર મુકેલાં અંદાજે રૃા.૬ લાખના સોનાની ચેન, બંગડીઓ, બુટ્ટી, વીંટીઓ, સોનાના હાર સેટ, સોનાની પહોંચી, સોનાનું બાજુબંધ વગેરે દાગીના ભરેલી થેલીને બઠ્ઠાવી ગઠિયો નવ દો ગ્યારહ થઈ ગયો હતો. બાદમાં વેપારી હરેશભાઈ સોનાના ઘરેણાં ભરેલી થેલી લેવા જતાં પલકવારમાં જ ઊપડી જતાં થેલી નહિ મળતાં વેપારીના પેટમાં ફાળ પડી હતી અને હોબાળો મચાવી દીધો હતો. જેથી બેન્ક કર્મચારીઓ અને હાજર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જેની જાણ થતાં પાલિતાણા ટાઉન પોલીસે બેન્કના સ્થળે ધસી આવી બેન્ક મેનેજરને સાથે રાખી સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરતાં આશરે ૧૪ થી ૧પ વર્ષનો ટાબરિયો ટેબલ પરથી છ લાખના દાગીના ભરેલી થેલી ઉઠાવી લઈને બેન્કની બહાર દોડી જતો જોવા મળ્યો હતો. આ અંગે પોલીસે અજાણ્યા શખસો વિરૃધ્ધ લૂંટ સહિતની જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

;