વેળાવદરમાં વીજળી ૫ડતાં ૧૦ પશુઓનાં મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વેળાવદરમાં વીજળી ૫ડતાં ૧૦ પશુઓનાં મોત

વેળાવદરમાં વીજળી ૫ડતાં ૧૦ પશુઓનાં મોત

 | 1:51 am IST
  • Share

સુરેન્દ્રનગર શહેરમાં મંગળવારે જાણે વરસાદે વિરામ લીધો હોય તેમ દિવસભર સૂર્યનારાયણ તપ્યા હતા. જયારે જિલ્લામાં માત્ર ચોટીલા અને ચુડામાં જ વરસાદી ઝાપટાં નોંધાયા હતા. બીજી તરફ સોમવારે રાત્રે વીજળી વેરણ બની વેળાવદર ગામમાં ત્રાટકી હતી. જેમાં ૧૦ પશુઓના મોત થયા છે.

ચોટીલામાં ૧૨ મીમી, ચૂડામાં ૧૦ મીમી, લીંબડીમાં ર મીમી અને વઢવાણમાં ર મીમી વરસાદ નોંધાયો હતો. જયારે સોમવારે રાત્રે વીજળી વેરણ બનીને વેળાવદર ગામે ત્રાટકી હતી. વેળાવદરના ભવાનભાઈ ખીમાભાઈ બોળીયા અને અરજણભાઈ બોળીયાના પ ગાય, ૩ ભેંસ અને ૨ વાછરડી સહિત ૧૦ પશુઓના વીજળી પડતા મોત થયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ વરસાદ ખેંચાયો છે. ચોમાસાના ૩ માસ ઉપરાંતનો સમય થયો છે છતાં હજુ સુધી ૫૦ ટકા વરસાદ માંડ પડયો છે. ત્યારે મોળા વર્ષમાં પશુઓના મોત થવાથી માલધારી પરિવારનો જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. પશુઓના વીજળી પડતા મોત થવાથી મળતી સરકારી સહાય ચૂકવવા માલધારીઓએ માંગ કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન