વેળાવદર ગામમાં વીજળી પડવાથી ૧૦ પશુનાં મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • વેળાવદર ગામમાં વીજળી પડવાથી ૧૦ પશુનાં મોત

વેળાવદર ગામમાં વીજળી પડવાથી ૧૦ પશુનાં મોત

 | 1:50 am IST
  • Share

વઢવાણ તાલુકાના વેળાવદર ગામે અચાનક માલધારીના વાડામાં વિજળી પડતા ગાય, ભેંસ અને વાછરડા સહિત એક સાથે દશ અબોલજીવોના મોત થતા પરીવારમાં માતમ છવાઇ ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર વઢવાણ તાલુકાના વેળાવદર ગામે રહેતા ભવાનભાઇ ભરવાડના વાડામાં ત્રણ ભેંસ, પાંચ ગાય અને બે વાછરડા સહિત દશ અબોલજીવો બાંધેલા હતા. એવામાં અચાનક વિજળી પડી હતી. જેના કારણે આ દશેય અબોલજીવોના વિજળી પડવાથી મોત થયા હતા. આ બાબતની પરીવારને જાણ થતા પરીવાર ઉપર આભ તુટી પડયુ હતું. આ ગંભીર બાબતની ગ્રામજનોને જાણ થતા મોટી સંખ્યામાં ગ્રામજનો આવી ગયા હતા. આ બાબતની તંત્રને જાણ કરાઇ હતી, જ્યારે માલધારીના વિજળી પડવાના કારણે થયેલા મોતના કારણે અબોલજીવોનું વળતર ચુકવવામાં આવે એવી માંગ ઊઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન