વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ, દાહોદ દ્વારા સરકારની નિતીના વિરોધમાં વિરોધ પ્રદર્શન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ, દાહોદ દ્વારા સરકારની નિતીના વિરોધમાં વિરોધ પ્રદર્શન

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ, દાહોદ દ્વારા સરકારની નિતીના વિરોધમાં વિરોધ પ્રદર્શન

 | 2:54 am IST

રેલવે સ્ટેશન પ્લેટ ફેર્મ પર રેલી કાઢી સુત્રોચ્ચાર પણ પોકારવામાં આવ્યાં

વિવિધ માગણી વહેલામાં વહેલી તકે સરકાર પૂરી કરે તેવી રજૂઆત કરાઈ

ા દાહોદ ા

વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ, દાહોદ દ્વારા સરકારની નિતી રિતીના વિરોધમાં સાપ્તાહિક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારથી આરંભ થયેલ વિરોધ પ્રદર્શનમાં આજે દાહોદ રેલ્વે સ્ટેશન પ્લેટ ફેર્મ પર રેલી કાઢી સુત્રોચ્ચાર કરી વિવિધ માંગણી વહેલામાં વહેલી તકે સરકાર પુરી કરે તેવી રજુઆત કરી હતી.

વેસ્ટર્ન રેલવે મજદુર સંઘ, દાહોદ દ્વારા સાપ્તાહિક વિરોધ પ્રદર્શનમાં સોમવારથી શરૂં થયેલ આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આજરોજ દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે સંઘના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં જ્યાં હાથમાં બેનરો લઈ વિરોધ દર્શાવ્યો હતો. રેલવે મજદુર સંઘના કર્મચારીઓના જણાવ્યાં અનુસાર, સરકારની નિતી રિતીના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે જેમાં પોતાની વિવિધ માંગણીઓ જેવી કે, રેલવે વેચવાનું બંધ કરો, એન.પી.એસ. રદ્દ કરો, ઓ.પી.એસ. ચાલુ કરો, ૪૩૬૦૦ની સિલીંગ હટાવીને તમામને એન.ડી.એ. તરત આપવાનું ચાલુ કરો, રેલ્વે કોલોની વેચવાનું પણ બંધ કરો, એલ.ડી.સી.ઈ. ઓપન ટું ઓલ કરે, શ્રામ વિરોધી નિતીઓને લાગુ કરવાનું બંધ કરે, સરકારે જ્યારથી આ કાર્ય સંભાળ્યું છે ત્યારથી કર્મચારી વિરોધી નિતીઓ શરૂ કરી હોવાની રજૂઆતો કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;