વોટ્સઅપમાં આવ્યા નવા ફ્રોન્ટ, જાણો કેવી રીતે કરી શકાય યૂઝ - Sandesh
  • Home
  • Technology
  • વોટ્સઅપમાં આવ્યા નવા ફ્રોન્ટ, જાણો કેવી રીતે કરી શકાય યૂઝ

વોટ્સઅપમાં આવ્યા નવા ફ્રોન્ટ, જાણો કેવી રીતે કરી શકાય યૂઝ

 | 7:15 pm IST

પૉપ્યુલર મેસેજિંગ એપ WhatsApp ચેટિંગને વધુ યૂઝર ફ્રેન્ડલી બનાવવા પ્રયત્ન કર્યો છે, વોટ્સઅપને વધુ આકર્ષક બનાવવા અને સરળ બનાવવા માટે ફોન્ટને અપડેટ કરવામાં આવ્યા છે. કંપનીએ સાયલન્ટલી નવા ફૉન્ટને રૉલઆઉટ કરી દીધા છે, જે વિન્ડોઝના Fixedsys ફૉન્ટ જેવા જ છે. આ નવા ફૉન્ટનો યૂઝ એન્ડ્રોઇડ અને iOS વપરાશકર્તા કરી શકશે.

આ રીતે કરી શકાશે નવા ફૉન્ટનો યૂઝ
એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સે આ ફૉન્ટ યૂઝ કરવા સૌથી પહેલા ચેટીંગ દરમિયાન શબ્દની આગળ backquote symbol (`) ત્રણવાર અને પાછળ ત્રણવાર મુકવું પડશે. આમ કરવાથી ચેટિંગ નવા ફૉન્ટ સાથે થશે. ઉદાહરણ તરીકે, જો તમારે Hello ટાઇપ કરવું હોય તો “`Hello“` આ રીતે લખવું પડશે.
 
ઉલ્લેખનીય છે કે, વૉટ્સએપ ટૂંક સમયમાં iOS માટે નવું Notably ફિચર રૉલઆઉટ કરવા જઇ રહ્યું છે, આ ફિચરથી યૂઝર્સ મ્યૂઝીક સાંભળવાની સાથે શેર પણ કરી શકશે.